દક્ષિણ ભારત તેની અદ્ભૂત સંસ્કૃતિ અને ઐતિહાસિક સંપત્તિ માટે જાણીતું છે, જેમાં અનેક યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ પણ આવેલી છે. આ સ્થળો પ્રાચીન શિલ્પકલા, વિશાળ મંદિરો અને કુદરતી સૌંદર્યથી ભરપૂર છે, અહીં દુનિયાભરના પ્રવાસીઓ આવે છે. જો તમે આ સ્થળની મુલાકાત ન લીધી હોય તો આજેજ તમારા વિશલિસ્ટમાં એડ કરી દો
આ જગ્યા 14મી સદીના ઈતિહાસને ઉજાગર કરે છે, જ્યાં એક જ વિશાળ પથ્થરમાંથી બનાવવામાં આવેલા મંદિરો અને મહેલો છે. વિઠ્ઠલા મંદિરે તેના સુંદર પથ્થરનાં રથ માટે પ્રસિદ્ધ છે.
7મી સદીના શિલ્પો અને મંદિરો માટે જાણીતું છે, જેમાં બંગાળના કાંઠે આવેલું શોર મંદિર અને પથ્થરમાંથી કાપેલા રથનો સમાવેશ થાય છે. આ સ્થળની કલાત્મકતા કારીગરી ખૂબ જ આકર્ષક છે.
આ પર્વતમાળામાં લીલોતરી જંગલો અને તેની જૈવવિવિધતા માટે જાણીતી છે, કર્ણાટક, તમિલનાડુ, કેરળ અને અનેક રાજ્યોના ભાગને આવરી લેતું આ અનેક પ્રાણી પ્રજાતિનું ઘર છે.
11મી સદીના આ મંદિરો દ્રવિડિયન સ્થાપત્યનો ઉત્તમ ઉદાહરણ છે. ભગવાન શિવને સમર્પિત બૃહદીશ્વર મંદિરે તેના ભવ્ય ગ્રેનાઈટનાં બાંધકામ માટે ઓળખાય છે.
8મી સદીના મંદિરો, જે ઉત્તર અને દક્ષિણ ભારતીય શિલ્પ શૈલીઓને ઉજાગર કરે છે. અહીં આવેલું વિરૂપાક્ષ મંદિર તેની શિલ્પકલા માટે જાણીતું છે.