Statue of Unity: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બટરફ્લાય ગાર્ડનની મુલાકાત માટે આ માહિતી


By Vanraj Dabhi05, Sep 2024 06:59 PMgujaratijagran.com

સ્ટેચ્યુ ઓફ યુનિટી

ગુજરાતમાં એકતા નગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટરની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની સ્થાપના કરવામાં આવી છે.

બટરફ્લાય ગાર્ડન

સ્ટેચ્યુ ઓફ યુનિટીનું બટરફ્લાય ગાર્ડન વિશ્વભરના પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, જ્યાં તમને રંગબેરંગી પતંગિયાઓની 70 જેટલી વિવિધ પ્રજાતિ જોવા મળશે.

કેટલા વિસ્તારમાં ફેલાયેલ છે

બટરફ્લાય ગાર્ડન જે 10 એકર જગ્યામાં ફેલાયેલા છે.

પરાગ રજકણો અને યજમાન છોડ

બટરફ્લાય ગાર્ડનમાં હોસ્ટ પ્લાન્ટ્સની 150 પ્રજાતિઓ આવેલી છે.

ફોટો પોઇન્ટ્સ

બટરફ્લાય ગાર્ડનમાં સેલ્ફી પોઇન્ટ, બટરફ્લાય લાઇફ સાયકલ અને બટરફ્લાય ગાર્ડનનું પ્રવેશદ્વાર આમ ત્રણ ફોટો પોઇન્ટ્સ આવેલા છે.

પતંગિયાઓનું આયુષ્ય

પતંગિયાઓનું આયુષ્ય 2 થી 4 અઠવાડિયાનું હોય છે, જે દરમિયાન તેઓ પરાગનયનની પ્રક્રિયા દરમિયાન લગભગ 25 દિવસ પછી એક સંપૂર્ણ પતંગિયું બનીને બહાર આવે છે.

આખું જીવનચક્ર

બટરફ્લાય ગાર્ડનમાં પ્રવાસીઓ પતંગિયાઓના ઇંડાથી ઇયળ અને પતંગિયા સુધીનું આખું જીવનચક્ર નિહાળી શકે છે.

બટરફ્લાય ગાર્ડનની ટિકિટ

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બટરફ્લાય ગાર્ડનની ટિકિટની કિંમત બાળકો માટે 40 રૂપિયા અને પુખ્ત વયના લોકો માટે 60 રૂપિયા છે.

બટરફ્લાય ગાર્ડનનો સમય

બટરફ્લાય ગાર્ડન સોમવાર સિવાય સવારે 9 થી સાંજના 5 વાગ્યા સુધી ખુલ્લું રહે છે.

વાંચતા રહો

માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ભાવનગર જઈ રહ્યા હોવ તો આ સ્થળોની મુલાકાત લેવાનું ન ભુલતા