Unacademyમાં છટણીનો નવો દોર શરૂ, 380 કર્મચારીની નોકરી ગઈ


By Nilesh Zinzuwadiya30, Mar 2023 04:07 PMgujaratijagran.com

ફરી છટણીની કાતર

ઓફલાઈન લર્નિંગ પ્લેટફોર્મ અનએકેજમીના પર ફરી છટણીની કાતર ફરી છે. એક વર્ષમાં આ બીજી વખત જોખમ સર્જાયું છે. આ વખતે 12 ટકા છટણી થશે.

CEOએ કર્મચારીઓને લખ્યો પત્ર

કંપનીના CEO ગૌરવ મુંજાલે કર્મચારીઓને પત્ર લખ્યો છે. આ અગાઉ અનએકેડમીએ ગયા વર્ષે નવેમ્બર,2022માં 350 કર્મચારીની છટણી કરી હતી. ત્યારે તેણે આશરે 10 ટકા કર્મચારીની છટણી કરી હતી.

આ કારણથી થઈ છટણી

અનએકેડમીના CEO એ પત્રમાં કહ્યું છે કે કંપનીએ નફા માટે યોગ્ય પગલાં ભર્યાં, તેમ છતાં આ પર્યાપ્ત નથી. વૈશ્વિક આર્થિક સ્થિતિને લીધે આમ થયું છે. વૈશ્વિક અર્થતંત્રમાં મંદી અને ફંન્ડિંગનો અભાવ છે.

બે વર્ષની તુલનામાં સ્થિતિ બદલાઈ ગઈ છે

બે વર્ષ અગાઉની સ્થિતિની તુલના કરીએ તો સ્થિતિ બદલાઈ ગઈ છે. તે સમયે ઓનલાઈન લર્નિંગ ઝડપથી વૃદ્ધિ પામી રહ્યું હતું, હવે કારોબારને નફામાં ચલાવવો મહત્વપૂર્ણ છે.

ગયા વર્ષે છટણી થયેલી

નફા માટે ગયા વર્ષે નવેમ્બરમાં અનએકેડમીએ છટણી કરી હતી. જોકે CEO ગૌરવના મતે તેમનો અંદાજ યોગ્ય ન હતો, માટે ફરી એક વખત છટણી કરવી પડશે.

ધિરાણ-લોનની સુવિધા પૂરી પાડતી ચાઈનીઝ એપ સાથે સંકળાયેલા ખાતામાંથી EDએ રૂપિયા 106