એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કહ્યું છે કે તેણે કર્ણાટકમાં ચાઈનીઝ લોન એપ્સ કેસમાં રૂપિયા 106 કરોડની ચલ સંપત્તિને ટાંચમાં લીધી છે.
ચાઈનીઝ એપ્પ મારફતે નાની-નાની રકમની લોન લીધી હોય તેવા લોકોને આ ચાઈનીઝ એપ્સ દ્વારા તંગ કરવામાં હતા અને ઊંચી રકમ વસૂલવામાં આવતી હતી.
ચાઈનીઝ રાષ્ટ્રીયતા સાથ ડમી ડિરેકટર મારફતે આ એન્ટીટીઝ કામગીરી કરતી હતી. વિવિધ પ્રોફેશનલ્સ તથા અન્ય વ્યક્તિઓ પાસેથી KYC દસ્તાવેજો રજૂ કરીને તથા સહાયતા મેળવીને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા
વિવિધ બેન્કો સાથે જોડાયેલી પેમેન્ટ ગેટવેઝ અને એકાઉન્ટ્સ સાથે મર્ચન્ટ ID જાળવણી મારફતે મોટા પાયે નાણાકીય ગેરરીતિ આચરવામાં આવતી હતી.