નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ કહ્યું છે કે બેન્ક એકાઉન્ડ આધારિત UPI પેમેન્ટ્સ અથવા સામાન્ય UPI પેમેન્ટ માટે બેન્ક એકાઉન્ટ માટે કોઈ ચાર્જીસ લાગશે નહીં
જોકે પ્રિપેઈડ પેમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટ્સ (PPI) મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન માટે ઈન્ટરચાર્જ ચાર્જીસ લાગૂ થશે. અને ગ્રાહકોને આ સીવાય કોઈ ચાર્જીસ લાગૂ થશે નહીં.
હકીકતમાં UPIએ PPI વોલેટના ઈન્ટર્નલ સંચાલનના ભાગરૂપે રૂપિયા 2000થી વધુના વ્યવહારો માટે 1.1 ટકા ચાર્જીસ લાગૂ કર્યો હતો.
ઈન્ટરચેન્જ ચાર્જીસ ફક્ત PPI મર્ચન્ટના વ્યવહારો પર જ લાગૂ થશે. ગ્રાહકો પર કોઈ ચાર્જીસ લાગૂ થશે નહીં. બેંક એકાઉન્ટથી બેંક એકાઉન્ટ આધારિત UPI ચુકવણી પર કોઈ ચાર્જીસ નહીં.