NCLATએ ઈન્ટરનેટ ક્ષેત્રની Googleને રૂપિયા 1,337.76 કરોડનો દંડ લાદવાના નિયમનકર્તા CCIના નિર્ણયને યથાવત રાખ્યો છે.
NCLATના બે સભ્યની ખંડપીઠે આ રકમ 30 દિવસમાં જમા કરાવવા આદેશ આપ્યો છે. Googleની અરજીને નકારી દેવામાં આવી.
20 ઓક્ટોબરના રોજ CCIએ એન્ડ્રોઈડ મોબાઈલ ડિવાઈસ સાથે સંકળાયેલી એન્ટી-કોમ્પિટીશન પ્રેક્ટિસ માટે Googleને રૂપિયા 1,337.76 કરોડનો દંડ લાદ્યો હતો.
નિયમકર્તાએ 20મી ઓક્ટોબર,2022ના રોજ Googleને એન્ટી-કોમ્પિટીટીવ પ્રેક્ટિસ તથા એન્ડ્રોઈડ મોબાઈલ ડિવાઈસ ઈકોસિસ્ટમનો ઉપયોગ કરવા બદલ દંડ ફટકારેલો. આ ઉપરાંત તેની સામે 10 બિન-આર્થિક દિશા-સૂચનો પણ ઈશ્યુ કર્યાં
કોમ્પિટીશન કમિશન ઓફ ઈન્ડિયાએ ગુગલ પર એન્ડ્રોઈડ મોબાઈલ ઉપકરણોની બાબતમાં એન્ટીકોમ્પિટીશન પ્રવૃત્તિમાં સામેલ થવા બદલ આ મહત્વનો ચૂકાદો આપવામાં આવ્યો છે.
ટેકનોલોજી સેક્ટરની અગ્રણી Google સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી. જોકે NCLATને લઈ સુપ્રીમ કોર્ટે દરમિયાનગીરી કરવાનો ઈન્કાર કર્યો હતો. આ સાથે Googleની અપીલ અંગે અંતિમ સુનાવણી કરવા પણ આદેશ કર્યો હતો.