શિયાળામાં અદ્ભુત ટેસ્ટનો આનંદ માણવા સુરતનું પ્રખ્યાત ઉંબાડિયું ઘરે ટ્રાય કરો


By Vanraj Dabhi07, Dec 2023 05:05 PMgujaratijagran.com

ઉંબાડિયું રેસીપી

ગુજરાતની આ વાનગી ખૂબ જ ખાસ છે. ખાસ એટલા માટે છે કારણ કે તેને બનાવવામાં વપરાતી સામગ્રી એકદમ અલગ છે. સામાન્ય રીતે લોકો તેને બનાવવા માટે ગેસ અથવા ચુલો પ્રગટાવતા હોય છે. પરંતુ આ વાનગી ન તો ચુલામાં કે ગેસ પર બનાવવામાં આવતી તેને ભઠ્ઠામાં રાંધવામાં આવે છે, ગુજરાતની આ વાનગીનું નામ છે ઉંબડિયું. આ વાનગી બનાવવાની પદ્ધતિ રસપ્રદ છે. જો તમે ઉંબડીયુ બનાવવા માંગતા હોવ તો, આ એક અલગ રેસીપી જાણી લો.

સામગ્રી

સુરતી પાપડી, બટાકા, રીંગણા, શક્કરીયા, જાંબલી રતાળુ અને કલ્હાર વનસ્પતિ.

ચટણી માટે

લીલું લસણ, ધાણાજીરું, લીલા મરચાં, હળદર, મીઠું અને લીંબુનો રસ.

બનાવવાની રીત સ્ટેપ -1

ઉબડિયું બનાવવા માટે સૌ પ્રથમ તમામ સામગ્રીને એક મટકામાં ભરવાની છે.

સ્ટેપ- 2

જમીનમાં ખાડો ખોદીને તેમાં સૂકા પાંદડા, લાકડા-લાકડીઓ અને છાણાં રાખો.

સ્ટેપ- 3

હવે માટલું તેના પર ઊંધું રાખીને ત્યાર બાદ તેમાં જ્યોત પ્રગટાવો.

સ્ટેપ- 4

સામગ્રીઓથી ભરેલ માટલાને ભઠ્ઠામાં 40 મિનિટ સુધી સારી પકાવો.

સ્ટેપ- 5

હવે માટલાને બહાર કાઢીને તેમાં રહેલ તમામ સામગ્રી બહાર કાઢો.

સ્ટેપ- 6

એક વાસણમાં બહાર કાઢીને તમે તેનો આનંદ માણી શકો છો.

એકવાર ટ્રાય કરો

ગુજરાતના સુરતીલાલઓને ત્યાં આ રીતે ઉંબાડિયું તૈયાર થાય છે, તમે પણ શિયાળામાં એકવાર ટ્રાય કરી જુઓ.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

શું તમે રવા ઢોકળા ટ્રાય કર્યા છે? આ રીતે રવાના ઢોકળા ઘરે બનાવો