Air Pollution Mask : પ્રદુષણથી બચવા માટે યોગ્ય માસ્કનો ઉપયોગ કરો


By Hariom Sharma03, Nov 2023 12:52 PMgujaratijagran.com

માસ્કનો ઉપયોગ

પ્રદુષણનાં કણોથી બચવા માટે માસ્ક પહેરવું ખૂબ જ જરુરી છે પરંતુ ક્યું માસ્ક વધુ અસરકારક છે તેની જાણકારી લોકોમાં ઓછી હોય છે. તો આજે બજારમાં મળતા કેટલાક સારી ગુણવત્તા વાળા માસ્કની વાત કરીએ.

N99 અને N100

બજારમાં મળતા માસ્ક પર નંબર લખેલા હોય છે જેના પરથી જાણી શકાય છે કે ક્યું માસ્ક સારી ગુણવત્તા વાળુ છે. પ્રદુષણથી બચવા માટે N99 અને N100 માસ્ક ખરીવાનો આગ્રહ રાખો. આ માસ્ક 99 ટકા હવામાં રહેલા કણોને શરીરમાં પ્રવેશતા રોકે છે.

N95 માસ્ક

જો પ્રદુષણનું પ્રમાણ ખૂબ ઓછુ છે તો તમે N95 માસ્કનો ઉપયોગ કરી શકો છો. સામાન્ય રીતે અન્ય માસ્કની તુલનાએ આ માસ્કની કિંમત ઓછી હોય છે અને સાથે N95 માસ્ક બજારમાં સરળતાથી ઉપલબ્ધ પણ થઈ જાય છે.

N95 ઓરા માસ્ક

જો તમને માસ્ક પહેર્યા પછી તમારો શ્વાસ રુંધાય છે તો તમે N95 ઓરા માસ્ક ખરીદી શકો છો. N95 ઓરા માસ્કમાં રેસ્પિરેટર હોય છે જે યોગ્ય રીતે શ્વાસ લેવામાં મદદ કરે છે.

You may also like

આંખોની રોશની વધારવા માટે દરરોજ 10 મિનિટ કરો આ એક્સરસાઈઝ, દ્રષ્ટિ પણ સુધરશે

આ 6 આદતો ડાયાબિટીસના જોખમમાં વધારો કરી શકે છે

ઘરની બહાર નાં નીકળો

આમ તો માસ્ક તમને હવામાં રહેલા કણોથી બચાવશે પરંતુ તે સપૂર્ણ રીતે કણોથી સુરક્ષા પ્રદાન કરશે તે કહી ન શકાય. જેથી કોઈ જરુરી કામ ન હોય તો બહાર જવાનું ટાળો.

આવી અન્ચ સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

શું તમે શ્વાસની સમસ્યાથી પરેશાન છો? તો તંદુરસ્ત ફેફસાં માટે આ યોગાસન અને કસરતો કરો