ખરાબ લાઈફસ્ટાઈલ અને અનહેલ્ધી ખોરાકને લીધે પેટની સ્વાસ્થ્ય સમસ્યાઓ સર્જાય છે. આવામાં ઓફિસમાં 8-9 કલાક લાંબો સમય ડેસ્ક પર બેસીને કામ કરવાથી શારીરિક પ્રવૃતિઓ પણ ઓછી થાય છે અને પેટને લગતી સમસ્યા વધી શકે છે. આ ઉપાય માટે તમે આ બે કામ કરી શકો છો આવો જાણીએ વધુમાં
આદુ, જેનો સ્વાદ અને સુગંધ રૂમને મહેકાવી દે છે તે પેટમાં ગેસથી પીડાતા લોકોને રાહત પણ આપી શકે છે. આમાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફ્લામેટરી ગુણો ગેસની સમસ્યામાં રાહત આપે છે.
એક ગ્લાસ ગરમ પાણીમાં, આદુનો ટુકડો અથવા તેના રસ ઉમેરીને પીવો.
વરિયાળી, જે એન્ટી-ઓક્સિડન્ટ, એન્ટી-બેક્ટેરિયલ, અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર છે, તે પેટના દુખાવા અને ગેસમાંથી રાહત પામવામાં મદદ કરે છે.
એક ગ્લાસ પાણી ગરમ કરો અને તેમાં થોડી વરિયાળી ઉમેરો. આ પાણીને પીવાથી, તમે બ્લોટીંગ અને પેટના દુખાવામાં રાહત મેળવી શકો છો.
આ ઉપાયો અજમાવીને તમે કાર્યક્ષમ અને આરામદાયક દિવસ પસાર કરી શકો.