High BP Symptoms: સવારે ચક્કર અને થાક લાગે છે? સાવચેત રહો, હાઈ બીપીની સમસ્યા હોઈ


By Smith Taral16, Aug 2024 03:43 PMgujaratijagran.com

બીપી વધવાને લીધે હાર્ટ એટેક અને સ્ટ્રોકનો જોખમ વધી જાય છે, માટે હાઈ બીપીના પ્રાથમિક લક્ષણો ઓળખીને જલ્દી સારવાર લેવી જરૂરી છે. આવો જાણીએ હાઈ બીપીના લક્ષણો વિશે

સવારે ચક્કર આવવા

હાઈ બીપીવાળાઓમાં સવારે ઉઠતાં જ ચક્કર આવવું અને થાક અનુભવવો સામાન્ય છે. આ લક્ષણો જોતા જ ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે.

થાકેલું લાગવું

હાઈ બીપી થાક અને નબળાઈનું કારણ બની શકે છે. સતત થાક અનુભવાય તો ડૉક્ટરની તરત સલાહ લેવી જોઈએ

અસ્પષ્ટ દ્રષ્ટિૌ

હાઈ બીપી દ્રષ્ટિ પર અસર કરે છે, જેનાથી દ્રષ્ટિ અસ્પષ્ટ થઈ જાય છે. જો અચાનક ઝાંખું દેખાય, તો તે હાઈ બીપીનું સંકેત હોઈ શકે છે.

માથાનો દુખાવો

હાઈ બીપીના કારણે, મોટે ભાગે માથાના પાછળના ભાગમાં દુખાવો થાય છે. જો સતત માથાનો દુખાવો રહેતો હોય, તો તરત જ ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.

છાતીમાં દુખાવો

હાઈ બીપી હૃદય પર અસર કરી છાતીમાં દુખાવાનું કારણ બને છે. જો છાતીમાં દુખાવો વધતો હોય, તો તરત જ ડોક્ટરની મદદ લો.

ડિસ્ક્લેમર

આ લેખ મિડિયા અહેવાલો પર આધારિત છે. કોઈપણ પગલું ભરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

ફેફસાની સફાઈ કરવા માટે આ 4 ડ્રિંક્સનું સેવન કરો