ફેફસાને માનવ શરીરનું એક મહત્વપૂર્ણ અંગ માનવામાં આવે છે. પ્રદૂષિત હવાને કારણે ફેફસામાં ગંદકી જમા થવા લાગે છે, જેનાથી બીમારીઓ થાય છે.
ફેફસાં સંબંધિત સમસ્યાઓથી દૂર રહેવા માટે વ્યક્તિએ તંદુરસ્ત આહાર અને હેલ્ધી ડ્રિંક્સનું સેવન કરવું જોઈએ જેથી ફેફસાં સાફ થઈ શકે.
ફેફસાંને સાફ કરવા માટે તમે આ 4 ડ્રિંક્સનો સમાવેશ કરી શકો છો. આ ફેફસાં યોગ્ય રીતે સાફ કરે છે.
ફેફસાંને સાફ કરવા માટે ગ્રીન ટી પીવો.ગ્રીન ટીમાં એન્ટી-ઓક્સીડેન્ટ જોવા મળે છે, જે ફેફસાંને સાફ કરે છે.
ફેફસામાં જમા થયેલી ગંદકીને સાફ કરવા માટે હળદર વાળુ દૂધ પીવું જોઈએ. રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ દૂધમાં એક ચપટી હળદર મિક્સ કરીને પીવો.
ફેફસાંને સાફ કરવા માટે તમે તમારા આહારમાં તજનું પાણી પી શકો છો. તજનું પાણી ફેફસાંને ડિટોક્સિફાય કરે છે.
1 ગ્લાસ હૂંફાળા પાણીમાં અડધી ચમચી મધ નાખીને પીવાથી પણ ફેફસાંને આંતરિક રીતે સાફ કરવામાં મદદ મળે છે.
આરોગ્ય સંબંધિત તમામ સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.