Kidney Detox Foods: આ 6 ફળો કીડનીને સાફ અને તંદુરસ્ત રાખે છે


By Smith Taral15, Aug 2024 04:32 PMgujaratijagran.com

કિડની આપણા શરીરના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. તે લોહીમાંથી ઝેરી તત્વો, કચરો અને વધારું પાણી દૂર કરીને શરીરને અંદરથી સાફ કરે છે. આ સ્ટોરીમાં કિડનીના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક એવા કેટલાક ખોરાકન વિશે આપણે જાણીશું

ક્રેનબેરી

ક્રેનબેરીમાં એવી પોષકતત્ત્વો હોય છે, જે બેક્ટેરિયાને પેશાબની નળીઓની દિવાલો પર ચોંટવાથી રોકે છે, અને ચેપની શક્યતા ઘટાડે છે.

સફરજન

સફરજનના એન્ટી ઇન્ફ્લામેટરી ગુણ કૉલેસ્ટ્રોલ ઘટાડે છે અને કિડનીમાં પથરી થવાનો જોખમ ટાળે છે. આ ઉપરાંત, તે ઝેરી તત્ત્વો દૂર કરવામાં મદદ કરે છે.

લસણ

લસણ એ પ્રાકૃતિક એન્ટીઑક્સિડન્ટ છે, જે કિડનીને ડિટોક્સિફાય કરવાની પ્રક્રિયામાં મદદરૂપ છે.

લીંબુનો રસ

લીંબુનો રસ વિટામિન C અને સાઇટ્રિક એસિડથી ભરપૂર છે, જે કિડનીને ડિટોક્સ કરવા માટે ઉત્તમ છે.

આદુ

આદુ પાચન શક્તિમાં સુધારો કરે છે અને કિડનીને સાફ કરવામાં મદદ કરે છે, જેનાથી શરીરને ફાયદો થાય છે.

હળદર

હળદરમાં રહેલા એન્ટી ઇન્ફ્લામેટરી અને એન્ટીઑક્સિડન્ટ તત્ત્વો બળતરા ઘટાડે છે અને કિડનીને ડિટોક્સ કરવામાં મદદ કરે છે.

બ્લુબેરી

બ્લૂબેરીમાં રહેલા એન્ટીઑક્સિડન્ટ કિડનીને ઓક્સિડેટિવ તણાવ અને બળતરાથી રક્ષણ આપે છે, જે કિડનીના સ્વાસ્થ્ય માટે લાભદાયક છે.

કયા શાકભાજી ખાવાથી પ્લેટલેટ્સ વધે છે?