Twitterએ શરૂ કર્યો એડ રેવેન્યૂ શેરિંગ પ્રોગ્રામ, હવે ક્રિએટર્સ ટ્વિટ મારફતે કમાણ


By Nileshkumar Zinzuwadiya15, Jul 2023 03:55 PMgujaratijagran.com

વેરિફાઈડ કન્ટેન્ટ ક્રિએટર્સ

સોશિયલ મીડિયાની અગ્રણી કંપની Twitter ક્રિએટર્સ માટે ખુશીના સમાચાર લઈને આવી છે. હવે Twitter પર ટ્વિટ કરનાર વેરિફાઈડ કન્ટેન્ટ ક્રિએટર્સ ટ્વિટર મારફતે પણ પૈસા કમાઈ શકે છે.

કન્ટેન્ટ ક્રિએટર્સ

કેટલાક દિવસ અગાઉ કંપનીએ જાહેરાત કરી હતી કે તે ટૂંક સમયમાં કન્ટેન્ટ ક્રિએટર્સ માટે મોનેટાઈઝેશનના કેટલાક વિકલ્પો રજૂ કરશે અને હવે કંપની આ પૈકી એક લોંચ કરી પણ દીધો છે.

ક્રિએટર્સને પૈસા મળશે

હવે જ્યારે ક્રિએટર્સ કોઈ પણ પોસ્ટ કરશે તો તેના બદલામાં કંપનીને જે આવક મળશે, તેમાંથી કેટલોક હિસ્સો ક્રિએટર્સને પણ મળશે. આવક માટે કંપની ક્રિએટર્સ ટ્વિટના રિપ્લાઈમાં એડ આપશે અને તેના બદલામાં ક્રિએટર્સને પૈસા મળશે.

5 મિલિયન ડોલરની ચુકવણી

અગાઉ ઈલોન મસ્કે કહ્યું હતું કે તેમની કંપની ક્રિએટર્સને ફર્સ્ટ બ્લોક કુલ 5 મિલિયન ડોલર એટલે કે આશરે 41 કરોડ રૂપિયાની ચુકવણી કરશે.

ક્રિએટર્સ ક્યારથી ફાયદો

ક્રિએટર્સ ક્યારથી ફાયદો કંપનીએ આ સ્કીમને લોંચ તો કરી દીધી છે પણ હવે એ પણ જાણવું ખૂબ જરૂરી છે કે ક્રિએટર્સ ક્યારથી તેનો ફાયદો મેળવી શકશે. કંપનીએ કહ્યું છે કે ક્રિએટર્સ મોનેટાઈઝેશન પ્રોગ્રામને ધીમે ધીમે આગળ વધારી રહી છે.

રિલેશનશિપને મજબૂત બનાવવા માટે આ બાબતોનું રાખો ધ્યાન, ક્યારેય નહીં વણસે સબંધ