રિલેશનશિપને મજબૂત બનાવવા માટે આ બાબતોનું રાખો ધ્યાન, ક્યારેય નહીં વણસે સબંધ


By Sanket M Parekh14, Jul 2023 04:29 PMgujaratijagran.com

સારા સબંધ

જીવનમાં સબંધ બનાવવા ખૂબ જ જરૂરી હોય છે. મુશ્કેલીના સમયમાં મદદ માટે સબંધ જ કામમાં આવે છે. તો ચાલો સબંધને મજબૂત બનાવવા માટે કંઈ બાબતો પણ ધ્યાન આપવું જોઈએ.

ખોટા લોકોની ઓળખ

સબંધ બનાવતા પહેલા ખરાબ અને ખોટા લોકોની ઓળખ કરવી ખૂબ જ જરૂરી છે. સબંધમાં એકબીજાનું સમ્માન કરવું ખૂબ જ જરૂરી હોય છે.

રિસ્પેક્ટ કરવી

સબંધને જાળવી રાખવા માટે એકબીજાની રિસ્પેક્ટ કરવી જરૂરી હોય છે. આમ કરવાથી સબંધ મજબૂત બને છે.

સમય આપવો

સબંધ જાળવી રાખવા માટે પાર્ટનરને સમય આપવો ખૂબ જ જરૂરી હોય છે. ઘરે એકસાથે ચા કે કૉફી પીને પણ સમય વીતાવી શકો છો.

સહમત થવું

રિલેશનશિપમાં એકબીજાની વાત પર સહમત થવું જોઈએ. સબંધમાં પાર્ટનરની પસંદ અને નાપસંદનો પણ હંમેશા ખ્યાલ રાખવો જોઈએ.

જવાબદારી નિભાવવી

રિલેશનશિપમાં બન્નેએ એકબીજા પ્રત્યે જવાબદારી નિભાવવી જોઈએ. જો તમે જવાબદારી બખૂબી નિભાવી રહ્યા છો, તો સમજો તમારા સબંધ મજબૂત છે.

વિશ્વાસ કરવો

પાર્ટનરે પોતાના સબંધને મજબૂત કરવા માટે એકબીજા પર વિશ્વાસ કરવો જોઈએ. જે સબંધમાં વિશ્વાસ નહીં હોય, તે વધારે દિવસો સુધી ટકશે નહીં.

ગિફ્ટ આપવી

પાર્ટનરની પસંદને સમજવી જોઈએ. તેને જે ગિફ્ટ પસંદ પડે, તે આપવી જોઈએ. આમ કરવાથી સબંધ જળવાઈ રહે છે.

ઓનલાઈન ગેમિંગ પર 28 ટકા GSTથી સરકારી તિજોરીમાં આવશે રૂપિયા 20 હજાર કરોડ