GST પરિષદે ઓનલાઈન ગેમિંગ પર 28 ટકા દરથી GST લાગૂ કરવાના નિર્ણયથી સરકારી તિજોરીને વાર્ષિક ધોરણે રૂપિયા 20,000 કરોડની વધારાની આવક મળશે.
GST પરિષદે મંગળવારે સર્વસંમતિથી ઓનલાઈન ગેમિંગ કંપનીઓ, કેસીનો અને ઘોડા દોડ પર 28 ટકા દરથી GST લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે.
ઓનલાઈન ગેમિંગ ઈન્ડસ્ટ્રીઝ અત્યારે ફક્ત 2-3 ટકા GST ચુકવણી કરી રહી છે, જે ખાદ્ય ચીજવસ્તુ પર લાગતા પાંચ ટકા કરતાં પણ ઓછો છે.
ગત નાણાકીય વર્ષમાં સરકારને આ રીતે કારોબાર પર ફક્ત રૂપિયા 1,700 કરોડ GST મળ્યો. હવે આ વસૂલાત રૂપિયા 15 હજારથી 20 હજાર કરોડ સુધી આવે છે.