ક્રેડિટ કાર્ડથી ખર્ચ પ્રથમ વખત 1.4 લાખ કરોડ રૂપિયા પહોંચી ગયો છે. જોકે વર્ષ 2022-23માં ક્રેડિટ કાર્ડથી ખર્ચ નિશ્ચિત મર્યાદામાં રહ્યા હતા.
ક્રેડિટ કાર્ડની સંખ્યા મે મહિનામાં ફરી વધી 8.74 કરોડ પહોંચી ગઈ છે, જ્યારે આ અગાઉ એપ્રિલમાં પણ આ સંખ્યા 8.65 કરોડ હતી. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ બે મહિનામાં ક્રેડિટ કાર્ડ આશરે 20 લાખ વધ્યા છે.
ક્રેડિટ કાર્ડથી થતા ખર્ચ નાણાકીય વર્ષ 2023માં 1.1 લાખ કરોડથી રૂપિયા 1.3 લાખ કરોડના દાયરામાં આવ્યું હતું. મે, 2023માં પ્રથમ વખત ક્રેડિટ કાર્ડથી થતો ખર્ચ 1.4 લાખ કરોડ પહોંચી ગયો છે.
મે મહિનામાં ક્રેડિટ કાર્ડ ખર્ચની રકમ આશરે રૂપિયા 16,144 કરોડ રહ્યો હતો. સૌથી મોટી ખાનગી બેંક HDFC બેંકથી સૌથી વધારે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ થઈ રહ્યો છે.