ચોમાસામાં માણો ભજીયાનો આનંદ


By Jivan Kapuriya13, Jul 2023 05:26 PMgujaratijagran.com

જાણો

ચોમાસાની સિઝનમાં બધા લોકોને ભજીયાનો આનંદ માણવો ગમતો હોય છે.આવો જાણીએ ભજીયાની કેટલીક રેસિપી, જેને તમે મહિનામાં મનાવી શકો છો.

ડુંગળીના ભજીયા

ડુંગળીને સારી રીતે ધોઈને ઝીણી સમારી લો અને પછી તેમાં ચણાનો લોટ, મીઠું, મસાલો,અજમો વગેરે નાખી ભજીયાની જેમ તેલમાં નાખો અને લાઈટ બ્રાઉન થાય ત્યા સુધી તળો.તેને લાલ અને લીલી ચટણી સાથે ખાવ.

ચણા દાળ પકોડા

ચણાની દાળને આખી રાત પાણીમાં પલાળી રાખો બીજા દિવસે તેમાં લીલી મરચા,લસણ, આદુ વગેરે ઉમેરીને સારી રીતે પીસી લો. હવે તેમાં મસાલો, મીઠું, હળદર અને લીલા મરચા નાખીને તેલમાં ભજીયાની જેમ તળો.

બટાટાના ભજીયા

બટાટાને બાફી લો અને તેમાં મસાલો,મીઠું અને કોથમીર ઉમેરીને તળો. ત્યાર બાદ તેને ગોળ બનાવીને ચણાના લોટની પેસ્ટમાં લપેટી અને તેલમાં તળી લો.

પાલક ભજીયા

પાલકને કાપી તેમાં ચણાનો લોટ,મીઠું,મસાલો,અજમો,લીલા મરચા વગેરે નાખીને મિક્સ કરો અને પછી તેને તેલમાં ભજીયાની જેમ તળો.

રીંગણ ભજીયા

રીંગણને સ્લાઈડમાં કાપો,તેને ચણાના લોટમાં બોળી તેને લપેટી અને પછી તેને તેલમાં તળી લો. તમે તેને લંચમાં ભાત અને દાળ સાથે ખાઈ શકો છો.

પનીર ભજીયા

હળવા વરસાદમાં પનીર પકોડા ખાવાની મજા જ કઈક અનેરી હોય છે. પનીરને ક્યુબ્સમાં કાપો અને ચણાના લોટમાં નાખી બોળી તેને લપેટી અને પછી તેને તળી લો.

કોબી ભજીયા

કોબીને વ્યવસ્થિત રીતે કાપી તેમાં ચાણાનો લોટ,મીઠું,મસાલો,જીરૂં વગેરે નાખીને ભજીયાની જેમ તેલમાં તળી લો, પછી ચટણી સાથે ગરમા-ગરમ ખાવ.

તમે પણ આ ભજીયાનો આનંદ માણો.

રાઈસ વૉટરને નકામુ ના સમજો, ચપટીમાં આ વસ્તુઓને ચમકાવી દેશે ચોખાનું ગંદુ પાણી