સફેદ ચોખાના પાણીમાં વધારે પ્રમાણમાં સ્ટાર્ચ હોય છે. જેનાથી વાસણ પર જામેલી ગંદકીને સરળતાથી સાફ કરી શકાય છે.
રાઈસ વૉટરની મદદથી તમે વાસણોમાંથી આવતી મીટની દુર્ગંધને પણ દૂર કરી શકો છો.
આ માટે પોતું કરવાના પાણીમાં રાઈસ વૉટર મિક્સ કરી લો. જેનાથી ફ્લોર સારી રીતે સાફ થઈ શકે છે. આ સાથે જ ટાઈલ્સ પણ ચમકી ઉઠે છે.
ગેસ સ્ટોવ, ઑવન, ચાકુ પર જામેલો કાટ વગેરેને સાફ કરવા માટે તમને ચાખાનું પાણી મદદરૂપ થઈ શકે છે. આ માટે તમારે માત્ર રાઈસ વૉટરમાં થોડો બેકિંગ સોડા મિક્સ કરવાનો રહેશે.
આ બન્ને વસ્તુઓની પેસ્ટ બનાવીને એક સ્પંજની મદદથી તમે કિચન એપ્લાયન્સને સાફ કરી શકો છો. આમ કર્યા બાદ તેને 5 મિનિટ સુધી સૂકાવા માટે છોડી દો. જે બાદ કૉટનના કપડાને ભીનું કરીને લૂછી લો.
ચોખાના પાણીનો ઉપયોગ તમે ઘરમાં રહેલી કાચની બારીઓને સાફ કરવા માટે પણ કરી શકો છે. આ માટે એક સ્પ્રે બૉટલમાં રાઈસ વૉટર ભરી લો અને સ્વચ્છ કપડાથી બારીને સાફ કરો.
રાઈસ વૉટરની મદદથી તમે બાથરૂમની ટાઈલ્સ પર લાગેલ પાણીના ડાઘ અને પીળાશને સરળતાથી સાફ કરી શકો છો. આ માટે ટાઈલ્સ સૂકાયા બાદ 5-10 મિનિટ માટે તેના પર રાઈસ વૉટર છાંટીને છોડી દો. જે બાદ સ્ક્રબ અને ડિટરજન્ટની મદદથી ગંદકી સાફ કરી નાંખો.