ભારત અને ફ્રાંસમાં સંરક્ષણ અને ટેકનિકલ ક્ષેત્રોમાં મજબૂત થતા સહયોગ વચ્ચે બન્ને દેશોના વ્યાપારીક સંબંધ પણ મજબૂત થઈ રહ્યા છે.
બન્ને દેશ વચ્ચે વ્યાપાર છેલ્લા કેટલાક દાયકાથી મજબૂત સ્તરે પહોંચ્યા છે. વર્ષ 1990-91 બાદ કોઈ પણ અવધિની તુલનામાં આયાત-નિકાસના આંકડા એકંદરે ઊંચા રહ્યા છે.
વડા પ્રધાન મોદીની ફ્રાંસ યાત્રા અને ત્યાં બાસ્ટિલ ડે પરેડમાં તેઓ ઉપસ્થિત રહેવાથી બન્ને દેશોના દ્વિપક્ષિય સંબંધો વધુ મજબૂત બનશે.
વર્ષ 2022-23માં ભારતમાંથી ફ્રાંસમાં કુલ 7.6 અબજ ડોલરના મૂલ્યની ચીજવસ્તુઓની નિકાસ કરવામાં આવી હતી. ગયા વર્ષની તુલનામાં આ નિકાસ આંકડામાં 14 ટકાનો વધારો દર્શાવે છે.