કામના વધતા પ્રેશન અને રોજિંદી ભાગદોડની અસર સ્વાસ્થ્યની સાથે-સાથે આપણી ત્વચા અને વાળ પર પણ જોવા મળે છે.
વધતા તણાવ અને ખાણીપીણીમાં બેદરકારીના કારણે આજકાલ મોટાભાગના લોકો અકાળે સફેદ થતાં વાળની સમસ્યાથી પરેશાન છે.
એવામાં તમે ઘરગથ્થુ ઉપાયની મદદથી કુદરતી રીતે તમારા વાળને કાળા બનાવી શકો છો.
આનો હેરપેક તૈયાર કરવા માટે 3 મોટા ચમચા આમળાના પાવડરમાં મેથી પાવડર અને થોડું પાણી મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો અને તેને થોડીવાર માટે છોડી દો.
હવે આ પેકથી વાળમાં લગાવીને એક કલાક બાદ હેર વૉશ કરી લો. થોડી મહિના સુધી આમ કરવાથી તમારી સફેદ વાળની સમસ્યા દૂર થઈ જશે.
આ માટે એક કપ પાણીમાં બે મોટી ચમચી બ્લેક ટી અને એક ચમચી મીઠુ મિક્સ કરીને ઉકાળી લો.
હવે આ બ્લેક ટી અને મીઠાનું પાણી ઠંડુ થયા બાદ તેનાથી વાળ ધોઈ લો. દરરોજ આમ કરવાથી તમારા વાળ જલ્દી કાળા થઈ જશે.
મહેંદી અને કૉફીનો હેર માસ્ક બનાવવા માટે એક કપ પાણીમાં એક ચમચી કૉફી નાંખીને ઉકાળી લો. હવે પાણી ઠંડુ થવા પર તેમાં મહેંદી પાવડર મિક્સ કરી લો.
મહેંદી અને કૉફીના હેર માસ્કને વાળ પર લગાવીને થોડીવાર માટે છોડી દો. એક કલાક સુધી એમ જ રહેવા દીધા બાદ નોર્મલ પાણીથી વાળ ધોઈ નાંખો.