દેશની સૌથી મોટી IT સર્વિસ કંપની TCSએ વાર્ષિક ધોરણે પોતાના કર્મચારીઓને મોટી ભેટ આપી છે. કંપનીએ તેના કર્મચારીઓના વેતનમાં નોંધપાત્ર વધારો જાહેર કર્યો છે.
વૈશ્વિક સ્તરે આર્થિક મંદી વચ્ચે IT સેક્ટરમાં મંદીની સ્થિતિ છે. ઓપરેટિંગ માર્જીન પર અસર પડવા છતાં 1લી એપ્રિલ 2023થી તેના કર્મચારીઓના વાર્ષિક વેતનમાં વધારો કર્યો છે.
TCSએ પ્રમોશન સાઈકલની પણ શરૂઆત કરી છે અને વાર્ષિક વળતરની સમીક્ષા દરમિયાન સૌથી સારું પર્ફોમન્સ કરનારને 12થી 15 ટકા સુધી વેતન વધારો કરવામાં આવ્યો છે.
કંપનીમાં નોકરી છોડવાનો દર સતત ઘટી રહ્યો છે. કંપનીએ જૂનના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 523 નવા કંપનીનો ઉમેરો કર્યો હતો. 30 જૂન 2023 સુધીમાં TCSના કર્મચારીઓની સંખ્યા 6,15,318 થઈ ગઈ છે.