કરિશ્મા તન્ના TV સીરિયલથી લઈને બૉલિવૂડ અને સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. એક્ટ્રેસે પોતાના ઉમદા અભિનયથી સૌ કોઈના દિલમાં આગવું સ્થાન મેળવ્યું છે.
કરિશ્મા તન્નાને પાર્ટીનો ખૂબ જ શોખ છે અને જો તમે પણ પાર્ટી પર્સન હોવ અને તમારા લુક્સને એટ્રેક્ટિવ બનાવવા માંગતા હોવ, તો એક્ટ્રેસથી ઈન્સ્પિરેશન લઈ શકો છો.
જો તમે પૂલ પાર્ટીમાં જઈ રહ્યાં હોવ, તો કરિશ્મા તન્નાના આ લુકથી તમે પણ આઈડિયા લઈ શકો છો. એક્ટ્રેસનો આ લુક પૂલ પાર્ટી માટે એકદમ પરફેક્ટ છે.
હાલ થાઈ-હાઈ સ્લિટ ડ્રેસ ખૂબ જ ટ્રેન્ડમાં છે. જો તમે પણ ટ્રેન્ડને ફૉલો કરવા માંગતા હોવ, તો એક્ટ્રેસનો આ ડ્રેસ કેરી કરી શકો છો.
પાર્ટી માટે મોટાભાગે યુવતીઓ શોર્ટ ડ્રેસ પહેરવાનો પસંદ કરે છે. જો તમે પાર્ટીમાં સૌથી સુંદર દેખાવા માંગતા હોવ, તો કરિશ્માના આ લુકને કેરી કરી શકો છો.
હોટનેસ બાબતે કરિશ્મા તન્ના કોઈથી કમ નથી. એક્ટ્રેસ પોતાના દરેક લુકમાં માદક અદાઓથી ફેન્સને ઘાયલ કરી રહી છે.