ટેનિંગ દૂર કરવા માંગો છો? હળદરનો આ રીતે ઉપયોગ કરો, ત્વચામાં આવશે ચમક


By Smith Taral22, Jul 2024 01:56 PMgujaratijagran.com

હળદરમાં રહેલા ઔષધીય ગુણો શરીરની ઘણી સમસ્યાને દૂર કરવા માટે સક્ષમ છે, સાથે તે ત્વચાના સ્વાસ્થ્યને જાળવી રાખવામાં પણ ઉપયોગી નિવડે છે. જો તમને ટેંનીગની સમસ્યા હોય તો તમે હળદરને આ રીતે ઉપયોગમાં લઈ શકો છો

હળદર

હળદરમાં રહેલા એન્ટીઑકિસડન્ટો અને એન્ટિમાઇક્રોબાયલ ગુણોના લીધે તે ત્વચા માટે ફાયદાકારક છે. આના ઉપયોગથી ત્વચાને હાનિકારક યુવી રેયસથી બચાવી શકાય છે અને તે તમને ખીલ અને ફોલ્લીએ મટાડવામાં પણ મદદ કરે છે

ટેન-રિમૂવિંગ

હળદરનો ઉપયોગ કરીને તમે જ ઘરેજ ફેસ પેક બનાવી શકો જેમા તમારે માત્ર બે વસ્તુઓની જરૂર પડશે, દહીં અને હળદર

પેક તૈયાર કરો

કાચી હળદરને પાણીથી સારી રીતે ધોઈ લઈ તેને પીસી લો, અને એક ફાઈન પેસ્ટ બનાવી લો

મિક્સ કરો

હળદરની પેસ્ટમાં દહીં મીકસ કરીને એક ફેસ પેક જેવું બનાવી લો, જો તમારી પાસે લીલી હળદર નથી તો તમે હળદરના પાવડર પણ ઉપયોગમાં લઈ શકો છો

પેચ ટેસ્ટ

તૈયાર કરેલી પેસ્ટને તમારી તમારી ત્વચા પર સહેજ લગાવીને ટેસ્ટ કરો, જો તમને કોઈ સમસ્યા કે એલર્જી થાય છે તો તેને ઉપયોગમાં લેવાનું ટાળો અને એક્સપર્ટની સલાહ લોં.

આ રીતે લગાવો

સૌ પ્રથમ તમારા ચહેરાને સાફ પાણીથી ધોઈ લો, અને કપડાથી હળવા હાથે સુકવી લો. હવે ચહેરા પર સરખા પ્રમાણમાં હળદરની પેસ્ટ લગાવો અને 2-3 મિનિટ સુધી રહેવા દો

ધોઈ લો

હવે ચહેરાને હૂંફાળા પાણીથી ધોઈ લો. ટેન અને ડેડ સ્કીન હટાવલા આ પેસ્ટને અઠવાડિયામાં ત્રણ વાર લગાવો

જમ્યા પછી વરિયાળી ચાવવાનાં આ ફાયદાઓ વિશે જાણી લો