ગ્લોઈંગ સ્કીન માટે હળદરનો આ રીતે ઉપયોગ કરો


By Smith Taral20, Feb 2024 12:49 PMgujaratijagran.com

હળદરમાં ઔષધીય ગુણો જોવા મળે છે, જે ત્વચા પરના ખીલ અને ઈન્ફાલામેશનને ઘટાડવામાં મદદ કરે છે. હળદર ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. આવી સ્થિતિમાં ગ્લોઈંગ અને ક્લિયર સ્કિન માટે હળદરનો ઉપયોગ કરીને ઘણા ફેસ પેક બનાવી શકાય છે.

હળદર અને લીંબુ

આ ફેસ પેક માટે 2 ચમચી ચણાના લોટમાં અડધી ચમચી હળદર અને અડધી ચમચી લીંબુનો રસ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે આ પેસ્ટને ચહેરા પર લગાવી 15 મિનિટ માટે છોડી દો. પછી તેને સાફ પાણીથી ધોઈ લો, આ પેક લગાવવાથી તમારા પીંમ્પલ્સ ઓછા થશે.

હળદર, દૂધ અને મધ

આ ફેસ પેક માટે, એક ચપટી હળદરમાં 1 ચમચી દૂધ અને 1 ચમચી મધ ઉમેરી તેને સારી રીતે મિક્સ કરી લો. તેને 10 મિનિટ માટે ચહેરા પર લગાવી રાખો. આ તમારી સ્કીનને નવો ગ્લો આપે છે અને ટેનિંગ પણ દૂર કરે છે.

હળદર, એવોકાડો અને દહીં

આ ફેસ પેક માટે 1 પાકું એવોકાડો લો અને તેને સારી રીતે મેશ કરી લો. હવે તેમાં હળદર પાવડર અને દહીં નાખીને તેની પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને ચહેરા પર 10 મિનિટ સુધી લગાવો અને ધોઈ લો. આ પેસ્ટ ચહેરાને મોઇશ્ચરાઇઝ કરે છે, એને તેને ડ્રાયનેસથી બચાવે છે.

હળદર અને શેરડીનો રસ

હળદર પાવડરમાં શેરડીનો રસ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. હવે તેને ચહેરા પર લગાવો અને સુકાવી દઈ ચહેરાને ધોઈ નાખો. હવે ચહેરાને મોઇશ્ચરાઇઝ કરી લો. આ પેક તે એન્ટી એજિંગ જેવું કામ કરે છે. તે કરચલીઓ અને ફાઈન લાઈન્સ ઘટાડવામાં મદદ કરે છે.

હળદર અને લીમડો

હળદર અને લીમડા બંનેમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે. તે ત્વચાના ડાઘ અને ફોલ્લીઓથી રાહત આપે છે. આ માટે હળદર પાવડરમાં લીમડાનું તેલ મિક્સ કરો અને તેને અફેક્ટેડ એરીયા પર લગાવી લો.

હળદર અને દહીં

ડ્રાય સ્કીનથી રાહત મેળવવા માટે, 1 કપ દહીંમાં 2 ચમચી હળદર પાવડર મિક્સ કરી પેસ્ટ બનાવી લો અને તેને ચહેરા લગાવ લો, સુકાઈ ગયા પછી તેને ધોઈ લો. આ ફેસ પેક સ્કીનને સાફ કરે છે અને ત્વચાને મોઈશ્ચર આપે છે.

હળદર અને ઓટમીલ

આ માટે 2 ચમચી ઓટમીલમાં અડધી ચમચી હળદર, લીંબુના રસના થોડા ટીપાં અને પાણી ઉમેરીને પેસ્ટ બનાવો. હવે તેને ચહેરા પર લગાવો, સુકાઈ જાય પછી મસાજ કરી ધોઈ લો અને પછી મોઈશ્ચરાઈઝર લગાવી લો.

રીંગણનો ઓળો બનાવવાની એકદમ નવી રીત