રીંગણ,તેલ,રાઈ,જીરું,હિંગ,લીમડાના પાન,લીલા લસણ-ડુંગળી અને આદુ-મરચાની પેસ્ટ,ખાંડેલી લસણની ચટણી,ટમેટા,મીઠું ,કોથમરી,પાણી.
સૌ પ્રથમ રીંગણના દાંડલીના ભાગને કાઢી એક રીંગણના ચાર ભાગ કરી લો.
હવે એક પ્રેશર કૂકરમાં થોડું પાણી અને રીંગણ ઉમેરીને બાફીને બહાર કાઢીને છાલ ઉતારી લો.
હવે તેને કાટા વાળી ચમચીની મદદથી મેશ કરી અને એક કૂકરમાં તેલ ગરમ કરી તેમાં રાઈ,જીરું,હિંગ,લીમડાના પાન ઉમેરીને સાંતળી લો.
હવે તેમાં લીલા લસણ-ડુંગળી અને આદુ-મરચાની પેસ્ટ,ખાંડેલી લસણની ચટણી,ટમેટા,મીઠું ઉમેરીને મિક્સ કરી લો.
હવે તેમાં મેશ કરેલ રીંગણ ઉમેરીને થોડીવાર પકાવી લો.
હવે તેમાં કોથમરી ગાર્નિશ કરીને સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.