ચહેરા પર બેસણ, એલોવેરા અને હળદર લગવવાના આ 5 ફાયદા જાણી લો


By Smith Taral20, Feb 2024 11:25 AMgujaratijagran.com

ચહેરા પર બેસણ અને હળદરનું ફેસ માસ્ક લગાવું ઘણું ફાયદાકારક છે, આમાં રહેલા પોષકતત્વો સ્કીનને લગતી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. ચાલો આનાથી મળતા ફાયદાઓ વિશે જાણો.

પીંપલ્સથી મળશે છુટકારો

આમા એન્ટી બેક્ટેરીયલ અને એન્ટી ઓક્સિડન્ટ જેવા ગુણો રહેલા હોય છે જે ફેસને સાફ રાખવામાં મદદ કરે છે.

ડાઘ ધબ્બા દૂર કરે છે

ચહેરા પર ડાઘ ધબ્બા દૂર કરવા માટે બેસણ અને હળદરનું ફેસ માસ્ક લગાવો. અઠવાડિયામાં 2 વાર લગાવવાથી તેની અસર સારી થાય છે.

ડેડ સ્કીન સેલ્સને રીમુવ કરે છે

બેસણમાં એકસ્ફોલીએટ ગુણો રહેલા હોય છે જે ચહેરા પરના ડેડ સેલ્સને રીમુવ કરવામાં મદદ કરે છે. બેસણને હળદરમા મેળવીને લગાવવાથી સ્કીન પરની જમા ગંદકી દૂર થાય છે.

સ્કીનને હાઈડ્રેટ રાખે છે

એલોવેરા, હળદર અને બેસણનો ફેસ પેક સ્કીનને હાઈડ્રેટેટ રાખે છે. એલોવેરામાં રહેલા માઈશ્ચરાઝીગ ગુણો ચહેરાને હાઈડ્રેટેટ રાખવામાં મદદ કરે છે.

ચહેરાનો ગ્લો વધારે છે

ચહેરાનો ગ્લો વધારવા માટે એલોવેરા, હળદર અને બેસણનો ફેસ પેક ફાયદાકારક રહે છે. આના ઉપયોગથી ચહેરા પરનો ગ્લો વધારી શકાય છે.

આવી રીતે બનાવો ફેસ પેક

ફેસ પેક બનાવવા માટે 2 ચમચી બેસણ, 1 ચમચી એલોવેરા જેલ અને હળદર લો. આમા ગુલાબજળ ઉમેરીને ફેસ પર લગાવો, તેને 20 મિનીટ સુધી રાખી ચોખ્ખા પાણીથી ધોઈ લો.

એલોવેરા, હળદર અને બેસણનો ફેસ પેક લગાવાથી ઘણા ફાયદા મળે છે. સ્ટોરી પસંદ આવી હોય તો શેર કરજો અને આવી લાઈફસ્ટાઈલ સંબધિત માહિતી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ.

મટર પુલાવ : હોમ મેઈડ મટર કુલચે બનાવવાની રીત