કારતક મહિનાને તહેવારોના મહિના તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મહિનામાં દિવાળી તથા છઠ પર્વ જેવા મોટા તહેવારોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવતી હોય છે.
આ મહિનામાં તુલસી પૂજા કરવાથી ઘણા બધા લાભ થાય છે. આ મહિનો 27 નવેમ્બર, 2023 સુધી ચાલવાનો છે.
જો તમારા લગ્ન થવામાં અવરોધો આવી રહ્યા છે અથવા તો કોઈ ઘરેથી લગ્ન સંબધ બાંધવા માટે વાત આવતી નથી તો આ મહિનામાં તુલસી પૂજા લાભદાયી નિવડે છે.
કારતક મહિનામાં દરરોજ સૂર્યાોદય પહેલા તુલસીનાં છોડને પાણી પીવડાવવાથી લગ્ન સંબધો બંધાવવાનાં યોગ બને છે.
એવી માન્યતા છે કે કારતક મહિનામાં તુલસી પૂજા કરવાથી સ્ત્રીઓને એક યોગ્ય જીવનસાથીની પ્રાપ્તિ થાય છે. જો તમે તમારી છોકરી માટે લાંબા સમયથી એક યોગ્ય જીવનસાથીની શોધમાં છો અને કોઈક કારણોસર અવરોધો આવી રહ્યા છે તો તુલસી પૂજા લાભદાયી બને છે.
કારતક પૂર્ણિમાનાં દિવસે અથવા એકાદશીના દિવસે તુલસી માતા પર લાલ ચુંદરી અવશ્ય ચડાવો. આ કરવાથી લગ્નના દિવસો જલ્દી જ આવશે.
કારતક મહિનામાં તુલસી પૂજા કરવાથી લગ્નજીવનમાં સુખ-શાંતિ આવે છે. લગ્ન સંબધિત સમસ્યાઓ દૂર થતી જોવા મળશે તથા પરિવારમાં હર્ષોલ્લાસનું વાતાવરણ છવાશે.