આજે કરવા ચોથનો તહેવાર ઉજવાશે, નોંધી લો પૂજાનું શુભ મુહૂર્ત


By Hariom Sharma01, Nov 2023 03:20 PMgujaratijagran.com

કરવા ચોથ

આજે 1 નવેમ્બરના રોજ સમગ્ર દેશમાં પરિણીત મહિલાઓ દ્વારા કરવા ચોથની ઉજવણી કરવામાં આવી રહી છે. હિન્દું ધર્મમાં કરવા ચોથ તહેવારનું એક અનેરું મહત્ત્વ છે.

અતૂટ બંધનનું પ્રતીક

કરવા ચોથના તહેવારને પતિ-પત્ની વચ્ચેના અતૂટ બંધનનું પ્રતીક માનવામાં આવે છે. આ દિવસે કરવા માતાની વિધિપૂર્વક પૂજા કરવાથી મહિલાઓને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.

16 શ્રુંગાર

કરવા ચોથના દિવસે મહિલાઓ 16 શ્રુંગાર કરી પોતાના પતિની લાંબી ઉંમર માટે પ્રાર્થના કરી નિર્જળા વ્રત રાખે છે.

સરગી ભોજન

આ દિવસે વ્રત શરૂ કરવા મહિલાઓ સૂર્યોદય પહેલા સરગી ખાય છે. સરગી ભોજનમાં ભૂલથી પણ મસાલા વાળી વસ્તુ લેવામાં આવતી નથી. કરવા ચોથ - શુભ મુહૂર્ત

You may also like

1 નવેમ્બર 2023નું રાશિફળ, Your Daily Horoscope Today November 1, 2023

વેજિટેરિયન લોકો આ રીતે વિટામિન B12ની ઉણપ દૂર કરી શકે છે, આવો જાણીએ

પૂજા માટેનું શુભ મુહૂર્ત

કરવા ચોથની પૂજા માટેનું શુભ મુહૂર્ત આજે સાંજે 5.36 થી 6.54ની વચ્ચે રહેશે. આ સમયગાળા દરમિયાન વ્રત રાખનાર મહિલાઓએ પૂજા કરી લેવી જોઈએ.

ચંદ્રોદયનો સમય

કરવા ચોથના દિવસે ચંદ્રોદયનો સમય રાતે 8 કલાક અને 15 મિનિટનો રહેવાનો છે. ચંદ્રના દર્શન કર્યા પછી પૂજા કરવી એ પણ આ વ્રતનો મહત્ત્વનો ભાગ છે.

શુભ યોગ

કરવા ચોથના દિવસે શુભ યોગ પણ બને છે. સર્વાર્થ સિદ્ધિ અને શિવ યોગનો લાભ અમુક રાશિ વાળા લોકોને વધારે મળે છે.

ધર્મ અને આધ્યાત્મિકતા સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ

Surya Gochar 2023: સૂર્યની જેમ ચમકશે આ 3 રાશિના જાતકોની કિસ્મત