ગ્રહોની ચાલ હંમેશા બદલાતી રહે છે જેનો સીધો પ્રભાવ વ્યક્તિના જીવન પર પડે છે. સૂર્ય પણ હવે રાશિ પરિવર્તન કરવાના છે.
સૂર્યના ગોચરનો પ્રભાવ કુલ 12 રાશિના જાતકો પર પડે છે. કોઈને શુભ તો કોઈને અશુભ અસર થાય છે.
17 નવેમ્બર 2023ના રોજ તુલા રાશિમાંથી વૃશ્ચિક રાશિમાં ગોચર કરશે.
સૂર્યના ગોચરથી મેષ રાશિના લોકોને શુભ ફળ મળશે. સૂર્યના પ્રકાશની જેમ આ રાશિના લોકોનું ભાગ્ય પણ ચમકવાનું છે.
ધનુ રાશિના લોકો માટે રાશિ પરિવર્તન લાભદાયક રહેશે. વેપારમાં ધનલાભ થવાની સંભાવના છે. પરિવાર સાથે ક્યાંક ફરવા જઇ શકો છો.
સૂર્યનું વૃશ્ચિક રાશિમાં જ ગોચર થવાનું છે. સૂર્યની જેમ તમારા ભાગ્યનો પણ ઉદય થશે. જીવનમાં દરેક મુશ્કેલીઓનો તમે હલ નિકાળશો.