દરેક સિઝનમાં ફાયદેમંદ છે તુલસી અને આદુનો ઉકાળો, પીવાથી શરીરને મળશે કમાલના ફાયદા


By Sanket M Parekh10, Aug 2023 04:39 PMgujaratijagran.com

તુલસીમાં રહેલા પોષક તત્વો

⇏ વિટામિન સી ⇏ વિટામિન એ ⇏ એન્ટી ઑક્સિડેન્ટ્સ ⇏ એન્ટીઈંફ્લેમેન્ટરી ગુણ ⇏ ફોલેટ

શરદી-ખાંસીમાં રાહત

જો તમને શરદી-ખાંસીની સમસ્યા હોય, તો તમારે આ આયુર્વેદિક ઉકાળાને જરૂર ટ્રાય કરવો જોઈએ. જેને પીવાથી શરીરમાં ગરમાવો આવે છે અને શરીરનું તાપમાન સામાન્ય જળવાઈ રહી છે.

ઈમ્યુનિટી વધારવામાં મદદગાર

ઈમ્યૂનિટી વધારવા માટે તમે તુલસી અને આદુનો ઉકાળો બનાવીને પી શકો છો. જેમાં એન્ટી ઑક્સિડેન્ટ્સ અને વિટામિન સી ભરપુર હોય છે, જે ઈમ્યુનિટી વધારવા સાથે ઈન્ફેક્શનના ખતરાને પણ ઓછો કરવામાં મદદરૂપ થાય છે.

કફ કાઢવામાં અસરકારક

તુલસી અને આદુ છાતી અને ફેફસામાં જમા થયેલા કફને નીકાળવામાં અસરકારક છે. જેને પીવાથી કફ વાળા ભાગમાં ગરમાવો આવે છે, જેથી કફ સરળતાથી પીગળી જાય છે.

વજન ઘટાડવામાં મદદરૂપ

જો તમે વજન ઘટાડવા માંગતા હોવ, તો એવામાં તુલસી અને આદુના ઉકાળાનું સેવન કરી શકો છો. જે મેટાબૉલિજ્મ વધારીને શરીરમાં જમા વધારાની ચરબીને ઓગાળવાનું કામ કરે છે.

મોનસૂનમાં ફ્રીજનું ઠંડુ પાણી પીવાની ભૂલ ના કરશો, નહીંતર સ્વાસ્થ્યને થશે નુક્સાન