મોનસૂનમાં ફ્રીજનું ઠંડુ પાણી પીવાની ભૂલ ના કરશો, નહીંતર સ્વાસ્થ્યને થશે નુક્સાન


By Sanket M Parekh10, Aug 2023 04:33 PMgujaratijagran.com

શરદી-ઉધરસની સમસ્યા

મોનસૂનમાં ફ્રીજનું ઠંડુ પાણી પીવાના કારણે શરદી-ખાંસીની સમસ્યા થઈ શકે છે. જેના કારણે છાતીમાં કફ અને માથામાં દુખાવા વગેરેની સમસ્યા થઈ શકે છે. વરસાદમાં ફ્રીજનું પાણી પીવાનું ટાળો.

ગળા માટે નુક્સાનકારક

મોનસૂનમાં ફ્રીજનું ઠંડુ પાણી પીવાના કારણે ગળામાં દુખાવાની સમસ્યા થઈ શકે છે. ઠંડુ પાણી પીવાના કારણે ટોન્સિલ પણ વધી શકે છે, જે આગળ જતાં દર્દનાક થઈ શકે છે.

હાર્ટ માટે હાનિકારક

મોનસૂનમાં ફ્રીજનું ઠંડુ પાણી પીવું હાર્ટ માટે ખૂબ જ હાનિકારક હોય છે. ઠંડુ પાણી વેગસ નર્વને બૂસ્ટ આપે છે. જેના કારણે હાર્ટ રેટ વધવા લાગે છે અને બ્લડ ફ્લો બગડવા લાગે છે.

પાચન સ્લો કરે છે

ખાધા પછી તરત જ પાચન ક્રિયા શરૂ થઈ જાય છે, પરંતુ ઠંડુ પાણી પીવાથી ખોરાક પચાવતા એસિડ્સ ખરાબ થઈ જાય છે. પાચન ક્રિયા મંદ પડી જવાના કારણે અપચો અને કબજિયાત જેવી સમસ્યા થઈ શકે છે.

બૉડી એનર્જી ખતમ થવા લાગે છે

શરીરમાં ઉર્જાના સંચાર માટે બૉડી ટેમ્પરેચરનું યોગ્ય પ્રમાણ હોવું જરૂરી છે. જો કે વરસાદમાં ઠંડુ પાણી પીવાના કારણે ટેમ્પરેચર ઘટવા લાગે છે અને એનર્જી લેવલ પણ લો થવા લાગે છે.

માથામાં દુખાવાની સમસ્યા

મોનસૂનમાં ફ્રીજનું ઠંડુ પાણી પીવાના કારણે માથામાં દુખાવાની સમસ્યા થવા લાગે છે. ઠંડુ પાણી પીવાથી બ્લડ ફ્લો ધીમુ થઈ જાય છે. જે માથાના દુખાવા અને શરીરમાં દુખાવાની સમસ્યાનું કારણ બને છે.

4 લવિંગ રોજ ખાવ, દૂર થશે ઘણા રોગ