જ્યોતિષ શાસ્ત્રમાં પણ કુંડળીમાં રહેલ અશુભ અસરોને નષ્ટ કરવા માટે હનુમાનજીની પૂજા કરવાની સલાહ આપવામાં આવે છે.
જ્યોતિષ શાસ્ત્રમાં એવું લખવામાં આવ્યું છે કે, આ દિવસે હનુમાનજીની પૂજા કરવાથી શનિ દોષથી મુક્તિ મળે છે.
આ દિવસે ભક્ત વ્રતનું પાલન પણ કરે છે. આમ કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે.
ધાર્મિક માન્યતા છે કે, હનુમાનજીની પૂજા કરવાથી કરિયર અને ધંધામાં ઉન્નતિના યોગ બને છે.
મંગળવારના દિવસે હનુમાનજીની વિધિ-વિધાનથી પૂજા કરવાથી હનુમાનજી ભક્તો પર પોતાની કૃપા વરસાવે છે અને મનોકામના પૂર્ણ કરે છે.
આ દિવસે પૂજા બાદ હનુમાન તાંડવ સ્ત્રોતનો પાઠ જરૂર કરો. આમ કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે.
આમ કરવાથી પૈસાની કમી દૂર થાય છે અને કિસ્મત ચમકી ઉઠે છે. આથી દર મંગળવારે હનુમાન તાંડવ સ્ત્રોતનો પાઠ અવશ્ય કરો.