હિન્દુધર્મમાં હાથની રેખાઓ વ્યક્તિના જીવન પર ખૂબ અસર કરે છે. કેટલીક રેખાઓ દુર્લભ માનવામાં આવે છે. જો આ રેખા હાથમાં હોય તો વ્યક્તિ જીવનમાં ખૂબ તરક્કી પામે છે.
રાજકારણમાં સફળતા પામવા માટે અમુક હસ્તરેખા હોવી જરુરી છે. સૂર્યના ગુણોમાં વધારા માટે આ રેખાઓ જવાબદાર હોય છે.
સૂર્ય રેખાથી નીકળી કોઈ રેખા જો ગુરુ પર્વત સુધી જાય તો વ્યક્તિ રાજકારણમાં સફળ થઇ શકે છે.
હથેળીમાં સૂર્ય પર્વત પાસેથી કોઈ રેખા નીકળીને મંગળ પર્વત સુધી પહોંચતી હોય તો જાતક કોઈનાથી પણ ડરતો નથી અને આ રેખા વ્યક્તિને સાહસી બનાવે છે.
હાથમાં જો સૂર્ય રેખા હોય તો જાતકની દરેક ઈચ્છા પૂરી થાય છે.
સૂર્ય રેખા પર્વતથી કોઈ રેખા શનિ પર્વત સુધી પહોંચે તો વ્યક્તિ ખૂબ જ નસીબદાર હોય છે. આવા લોકો ચતુર હોય છે અને જીવનમાં માન-સન્માન પ્રાપ્ત થાય છે.