Baba Ramdev Tips: સફેદ વાળથી છુટકારો મેળવવા માટે યોગગુરુ બાબા રામદેવના આ ઉપાય અજ


By Vanraj Dabhi19, Jan 2025 07:29 PMgujaratijagran.com

સફેદ વાળથી છુટકારો

સફેદ વાળ થવા એ કુદરતી પ્રક્રિયા છે જે વૃદ્ધત્વ સાથે થાય છે.

નાની ઉંમરે વાળ સફેદ થવા

જો નાની ઉંમરે થવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે આનુવંશિકતા, ખાવાની આદતો, નબળી જીવનશૈલી, તણાવ, આયર્ન અને વિટામિનની ઉણપ, હોર્મોનલ ફેરફારો વગેરે.

ઘરેલું ઉપચાર

વાળનો રંગ સમય સાથે સફેદ કે ગ્રે થઈ શકે છે પરંતુ કેટલાક ઘરેલું ઉપચાર અને જીવનશૈલીમાં સુધારીને વાળને કાળા કરી શકાય છે.

બાબા રામદેવની ટિપ્સ

આજે અમે તમને બાબા રામદેવ દ્વારા સૂચવવામાં આવેલી કેટલીક રીતો જણાવીશું જે વાળને કાળા કરી શકે છે.

યોગ ગુરુ બાબા રામદેવ

પ્રખ્યાત યોગ ગુરુ બાબા રામદેવે પોતાના એક વીડિયોમાં યોગ અને કુદરતી ઉપાયો વિશે જણાવ્યું છે.

આમળા અને એલોવેરાનો જ્યુસ

જે લોકોને નાની ઉંમેરમાં વાળ સફેદ થઈ ગયા હોય તેમણે આમળા અને એલોવેરાનો જ્યુસ પીવો જોઈએ. જે વાળને કાળા, મજબૂત અને ચમકદાર બનાવે છે.

કેટલાક યોગ પણ વાળને કાળા કરે છે

બાબા રામદેવ સર્વાંગાસન અને શીર્ષાસન કરવાની સલાહ આપે છે. આ બંને આસન માથાની ચામડીમાં લોહીનો પ્રવાહ વધારે છે અને વાળને સફેદ થતા અટકાવે છે.

આહારનું ધ્યાન રાખો

જેમના વાળ સફેદ થઈ રહ્યા છે, તેમણે પોતાની ખાવા-પીવા પર પણ ધ્યાન આપવું જોઈએ. તમારા આહારમાં લીલા શાકભાજી અવશ્ય લો. તેનાથી વાળની ​​સમસ્યા દૂર થઈ શકે છે.

નખને એકસાથે ઘસવા

આ સિવાય બાબા રામદેવે નખને એકસાથે ઘસવાની પણ સલાહ આપી હતી. તેમના મતે આમ કરવાથી વાળ કાળા થઈ શકે છે.

વાંચતા રહો

જીવનશૈલી સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Hair Fall: વાળ ખરતા અટકાવવા શું ખાવું? જાણો નિષ્ણાતનો અભિપ્રાય