Sawan Vrat Recipes: શ્રાવણના સોમવારના ઉપવાસ દરમિયાન આ રેસીપી ટ્રાય કરો


By Vanraj Dabhi29, Jul 2024 01:01 PMgujaratijagran.com

શ્રાવણના વ્રતની રેસીપી

શ્રાવણમાં સોમવારના વ્રતનું ખાસ મહત્વ છે. તમારે ઉપવાસ દરમિયાન કઈ વસ્તુઓ ખાવી જોઈએ તેના વિશે જણાવીશું.

સાબુદાણાની ખીર

સોમવારના ઉપવાસમાં મીઠું ન ખાતા હોવ તો તમે સાબુદાણાની ખીર બનાવીને ખાઈ શકો છો.

બટેકા

સોમવારના ઉપવાસ દરમિયાન બાફેલા બટાકાને દૂધ અને ગોળમાં મિક્સ કરીને તેનું સેવન કરી શકો છો.

શક્કરિયા

લોકો શ્રાવણમાં સોમવારના ઉપવાસ દરમિયાન શક્કરીયા ખાતા હોય છે, કારણ કે શક્કરીયા સ્વાસ્થ્યનું પાવર હાઉસ છે. તમે તેને દૂધ,ગોળ કે ખાંડ ઉકાળીને સર્વ કરી શકો છો.

મખાના ખીર

ઉપવાસ દરમિયાન તમે મખાનામાંથી ખીર બનાવી શકો છો. માખાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

સાબુદાણાની ખીચડી

જો તમને ખારું ખાવાનું મન થાય તો તમે રોક મીઠું નાખીને સાબુદાણાની ખીચડી બનાવીને ખાઈ શકો છો.

તાજા ફળો અને ડ્રાય ફ્રૂટ્સ

સોમવારના ઉપવાસ દરમિયાન તમે તાજા ફળો અને ડ્રાય ફ્રૂટ્સનું સેવન કરી શકો છો.

અન્ય

આ સિવાય તમે શિંગોડાના લોટની પુરી, ડ્રાય ફ્રુટ્સ મિલ્ક શેક, ફ્રુટ શેક, સાબુદાણા વડા વગેરેનું પણ સેવન કરી શકો છો.

વાંચતા રહો

સોમવારના વ્રત દરમિયાન આ વસ્તુઓનું સેવન કરવું જોઈએ. સ્ટોરી ગમે લાઈક-શેર કરજો અને આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Snacks For Monsoon: ચોમાસામાં લોકો સૌથી વધુ શું ખાય છે, જાણો