સવારનો નાસ્તો હંમેશા એનર્જીથી ભરપૂર હોવો જોઈએ અને ડિનર હળવું હોવું જોઈએ.
જો તમે દિવસની શરૂઆત હેલ્ધી અને એનર્જીથી ભરપૂર નાસ્તાથી કરો છો, તો તમે દિવસભર ઉર્જાવાન અનુભવ કરશો અને કામમાં પણ વ્યસ્ત રહેશો.
તાજા ફળો,ડ્રાય ફ્રૂટ્સ અને મધ ઉમેરીને બનાવેલ પરફેટ નાસ્તા માટે ખૂબ જ સારો અને હેલ્ધી વિકલ્પ છે. ગ્રીક દહીં સાથે લેયરિંગ કરીને તેને પરફેટ બનાવવામાં આવે છે.
પેનકેક ઝડપી નાસ્તો છે.તમે પેનકેકમાં ચીઝ ઉમેરીને તેમાં પ્રોટીનની માત્રા વધારી શકો છો.આનું સેવન કરવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહેશે.
જ્યારે તમે ઉતાવળમાં હોવ ત્યારે બ્યુરીટો તૈયાર કરી શકો છો. આ માટે એક ચપાતીમાં સ્ક્રેમ્બલ્ડ ઈંડા, શાકભાજી અને ચીઝ નાખીને રોલ કરો.
નાસ્તા માટે ક્વિનોઆ પણ સારો વિકલ્પ છે. તેમાં ગ્રીક દહીં, બેરી, બદામ અને બીજ ઉમેરીને તમે પ્રોટીનની સાથે ફાઈબરની માત્રા પણ વધારી શકો છો.
માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.