ઉનાળાની શરૂઆતમાં આ 5 ઠંડા પીણા પીવાથી તમારું શરીર સ્વસ્થ રહેશે


By Vanraj Dabhi13, Mar 2024 03:10 PMgujaratijagran.com

ઉનાળામાં શું પીવું?

માર્ચ મહિનો શરૂ થઈ ગયો છે અને હવે થોડી ગરમી પણ અનુભવાઈ રહી છે. ઉનાળામાં શરીરને સ્વસ્થ રાખવા માટે કેટલાક લોકો અનેક પ્રકારના પીણાં પણ પીવે છે.

શરીરમાં પાણીનો અભાવ

ઉનાળામાં વધુ પડતો પરસેવો થાય છે,જેના કારણે શરીરમાં ડીહાઈડ્રેશનનો ખતરો પણ વધી જાય છે.

હેલ્ધી ડ્રિંક

શરીરને સ્વસ્થ રાખવા માટે ઉનાળામાં હેલ્ધી ડ્રિંકનું સેવન કરો.

છાશ પીવો

શરીરને ઠંડુ રાખવા માટે ઉનાળામાં છાશ પીવો.

નાળિયેર પાણી

બ્લડ સુગરના દર્દીઓને પણ નારિયેળ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. સ્વસ્થ રહેવા માટે તમારે ઉનાળામાં નારિયેળ પાણી પીવું જોઈએ.

સત્તુ શરબત

શેકેલા ચણાને પીસીને બનાવવામાં આવેલું સત્તુ શરબત ફાઈબર અને પોટેશિયમથી ભરપૂર હોય છે. તેનું સેવન કરવાથી પાચનતંત્ર સુધરે છે.

સફરજનનું શરબત

ઉનાળામાં સૌથી વધુ વપરાતું પીણું સફરજનનું શરબત છે.જે તમને ડિહાઈડ્રેશન અને પેટની સમસ્યાઓથી બચવામાં મદદરૂપ છે.

આમ પન્ના

આમ પન્ના પીણું કાચી કેરીમાંથી બનાવવામાં આવે છે. ઉનાળામાં તેનું સેવન કરવાથી ઘણા અદ્ભુત સ્વાસ્થ્ય લાભ મળે છે.

વાંચતા રહો

ઉનાળામાં તમારે કેટલાક હેલ્ધી ડ્રિંક્સ પણ પીવું જોઈએ.આવા અન્ય જીવનશૈલી સંબંધિત સમાચાર વાંચવા માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ઘરમાં ખાલી ડોલ કેમ ન રાખવી જોઈએ? જાણી લો