લટકતા પેટને અંદર કરવા માટે તમારે રોજ ફક્ત 7 મિનિટ યોગ કરવાના છે. આ આસનની મદદથી તમને એકથી બે મહિનામાં અસર જોવા મળશે. આવો જાણીએ કયા છે આસન જેનાથી પેટની ચરબી દૂર કરી શકાય છે.
પેટમાં જમા થયેલી ચરબીને ઘટાડવા માટે નૌકસન ખૂબ જ સારું આસાન છે. આને કરવાથી ફેટ બર્ન થાય છે સાથે જ શરીરનું બેલેન્સ પણ બનેલું રહે છે. આ આસન ડાયાબિટીસની સમસ્યામાં ખૂબ જ અસરકાર છે.
ભુજંગાસનની મદદતી શરીર સ્ટ્રેસ થાય છે, અને મસલ્સને આરામ મળે છે. આ ફેટને બર્ન કરવાની સાથે બોડી પોશ્ચર પણ સુધારવામાં મદદ કરે છે.
ધનુરાસન કરવાથી પેટના સ્નાયુઓને મજબૂતી મળે છે. તેની સાથે જ હાડકાને લચીલા બનાવવામાં મદદગાર સાબિત થાય છે.
કુંભકાસન એટલે પ્લેન્ક પોજ પેટની એકસ્ટ્રા ચરબીને ઘટાડે છે. આ આસન કરવાથી આખા શરીરનું ફેટ બર્ન થવા લાગે છે, સાથે જ મસલ્સ મજબૂત બને છે.
ઉષ્ટ્રાસન પેટના સ્નાયુઓમાં ખેંચાણ પેદા કરે છે. જેનાથી વળી ગયેલા મસલ્સ ફેલાય છે અને પેટ ઘટવા લાગે છે.
આ ખૂબ જ પ્રચલિત યોગાસનછે, પેટની ચરબીમાં ઘટાડો કરવા માટે કપાલભાતિ બેસ્ટ ઓપ્શન છે. પરંતુ હાર્ટના દર્દીઓએ કપાલભાતિ કરતા સમયે થોડું ધ્યાન આપવાની જરૂરત હોય છે. આનાથી પેટની ચરબી ઝડપથી ઘટવા લાગે છે.