જો તમે ઝડપથી વજન ઘટાડવા માંગતા હોવ તો મેથીના દાણા રહેશે તમારી માટે ફાયદાક


By Smith Taral04, Feb 2024 11:33 AMgujaratijagran.com

વજન ઘટડવા માટે લોકો ઘણી મહેનત કરતા હોય છે, જડપથી વજન ઘટાડવા હાઈ ઈન્ટેનસીટી વર્કઆઉટ પણ કરતા હોય છે. આટલુજ નહીં તેની માટે ખાસ ડાયેટ પણ ફોલો કરતા હોય છે, છતા પણ વજન ઝડપથી વજન ઘટાડી શકાતું નથી. પણ જો તમે આ ઘરેલું ઉપચાર અજમાવશો તો વજન જડપથી ઘટાડી શકો છો.

મેથીના દાણા

ઝડપથી વજન ઘટાડવા માટે મેથીના દાણાનો ઉપયોગ કરો, મેથીના દાણાના સેવનથી બે ધણી ઝડપથી વજન ઓછુ કરી શકો છો. ચાલો જાણીએ ડાયેટીશિયન સુમન પાસેથી કે મેથીના દાણાનું સેવન કયા પ્રકારે કરી શકાય છે?

પોષક તત્વોથી ભરપૂર

મેથીના દાણાની અંદર આયરન, કેલ્શિયમ, મેગ્નેશિયમ,પોટેશિયમ, સોડિયમ, જીંક, ફોસ્ફરસ, ફોલીક એસિડ જેવા મિનરલ્સ મળી આવે છે. આમાં ફાઈબર, વિટામિન- A,B અને C સારી માત્રામાં હોય છે

ભીના મેથીના દાણા

વજન ઝડપથી ઘટાડવા માટે મેથીના દાણાને આખી રાત પલાળી રાખો, અને સવારે ઊઠીને ખાલી પેટે મેથીના દાણા ખાવો. આ કરવાથી તમારુ વજન જડપથી ઘટે છે.

You may also like

અદ્ભુત રેસીપી : બાજરા અને મેથીના પુડલા ઘરે બનાવો

એક ચમચી મેથીના દાણા આપશે અનેક ઘણા ફાયદા

મેથીના દાણાને રોસ્ટ કરો

મેથીના દાણાને રોસ્ટ પણ કરી શકાય છે, આનાથી તમારુ વજન ઝડપથી ઘટી શકે છે. તમારે મેથીના દાણાને પેન પર હલકા રોસ્ટ કરવાના છે. હવે આ રોસ્ટ કરેલી મેથીનો પાવડર બનાવીને રાખી લો, આ પાવડરને રોજ ખાલી પેટે 1 ગ્લાસ પાણીમાં મેળવીને પીવો.

મેથીની ચા

આની માટે તમારે પાણી ઉકાળવાનું રહેશે, જ્યારે પાણી ઉકળી જાય તો તેમા મેથીના દાણા નાખો, જ્યારે પાણી અડધું થઈ જાય પછી તેને ગાળીને પીવું.

વજન ઘટાડવાા માટે મેથીના દાણાનુ આ રીતે સેવન કરો. સ્વાસ્થ્ય સંબધિત આવી અન્ય જાણકારી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ.

ચહેરા પરના ડાર્ક સ્પોટથી છુટકારો મેળવો 6 ઘરેલું ઉપચાર રહેશે અસરકારક