આ વર્ષે રક્ષા બંધન 30 ઓગસ્ટ 2023ના દિવસે છે. સવારે 11 વાગ્યાથી સાંજના 7.30 સુધી દરેક બહેનો પોતાના ભાઈને રાખડી બાંધી લે.
રક્ષાબંધનના દિવસે ઘરમાં સુખ-શાંતિ માટે વાસ્તુના આ ઉપાયો ટ્રાય કરી શકો છો. વાસ્તુના ઉપાય જેટલા સરળ છે તેનાથી વધુ ફાયદાકારક છે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર રક્ષાબંધન માટે ઘરમાં તુલસીનો છોડ લગાવવો જોઇએ. એમ કરવાથી ઘરમાં સૌભાગ્ય વધે છે.
રક્ષાબંધન પહેલા ઘરની યોગ્ય રીતે સ્વચ્છતા કરવી જોઈએ. ઘરમાંથી તૂટેલી વસ્તુઓ નિકાળી દેવી જોઈએ.
રક્ષાબંધનના દિવસે ઘરના મંદિરને સજાવો. મંદિર ઘરના ઉત્તરપૂર્વ દિશામાં હોવું જોઈએ.
રક્ષા બંધનના દિવસે પોતાની બહેનને વાસ્તુ અનુસાર ભેટ આપો.