અનેક વખત એવું થાય છે કે, કુકરના ઢાંકણા પર જે રબરની રિંગ લગાવેલી હોય છે, તે ક્યાંકથી તૂટી ગઈ હોય છે અથવા તેનું રબર ઢીલું થઈ ગયું હોય છે. એવામાં રબરને સમયાંતરે ચકાસતા રહો.
જો રબર ઢીલુ થઈ ગયું હોય, તો તમે તેના પર બાંધેલા લોટના લોયા અથવા ટેપ લગાવીને તેને સીલ કરી શકો છે. જેનાથી પાણી બહાર નહીં આવે.
રબર ચેક કરવા ઉપરાંત કુકરની સિટીને પણ સમયાંતરે ચકાસતા રહો, કારણ કે તે સારી રીતે સાફ નહી થઈ હોય, તો સિટીમાં વરાળ નહીં બને, જેના કારણે પાણી પૂરુ બહાર નીકળી જાય છે.
જો કુકરની સિટીમાંથી પાણી બહાર આવે છે, તો ઢાંકણું લગાવતા પહેલા તેની કિનારી પર તેલનું ગ્રીસિંગ કરી દો.
ઘણી વખત કુકરની રિંગનું રબર ઢીલુ થઈ જાય છે. જેના કારણે પાણી બહાર આવે છે. રબરની રિંગને ઠંડા પાણીમાં ડૂબાડીને રાખ્યા બાદ કુકર પર લગાવવી જોઈએ. જેથી પાણી બહાર નહીં આવે.
કુકરમાં ખોરાક હંમેશા મીડિયમ આંચ પર જ રાંધવો જોઈએ. ફાસ્ટ ગેસ પર રાંધવાથી પાણી બહાર આવે છે. આ સાથે એક ઉભરો આવ્યા બાદ જ કુકુરને ઢાંકણું લગાવવું જોઈએ.
હંમેશા પાણી વધારે નાંખવાના કારણે પણ કુકરીન સિટીમાંથી પાણી બહાર આવે છે. એવામાં કુકરમાં પાણી યોગ્ય પ્રમાણમાં જ રાખો.