જાણો Chandrayaan-3 સાથે જોડાયેલા અમેઝિંગ ફેક્ટ્સ


By Thakur Dharmendrasinh Dilipsinh23, Aug 2023 01:07 PMgujaratijagran.com

ચંદ્રયાન-3

સમગ્ર દેશની સાથે વિશ્વભરની નજર હાલ ભારતના મિશન ચંદ્રયાન-3 પર છે. ટૂંક સમયમાં ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર લેન્ડ થવાનું છે

ચંદ્રયાન-3 મિશન કોસ્ટ

ચંદ્રયાન-3 મિશનની સમગ્ર કોસ્ટ લગભગ 75 મિલિયન ડોલર એટલે કે ભારતીય રૂપિયામાં 615 કરોડ રૂપિયા છે

ચંદ્રયાન-3 શું કરશે

ચંદ્રયાન-3માં એક રોવર છે. તે રોવર ઈસરોમાં બેઠેલા વૈજ્ઞાનિકોને ચાંદની સપાટી સાથે જોડાયેલી જાણકારી મોકલશે

ચંદ્રયાન-3નો ટ્રાવેલ ટાઈમ

14 જુલાઈના રોજ 2.35 મિનિટ પર ચંદ્રયાન-3 લોન્ચ કરવામાં આવ્યું હતું. આ લેન્ડર આજે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડ કરશે. ચંદ્રયાન-3ને લોન્ચ વ્હીકલ માર્ક-IIIથી લોન્ચ કરવામાં આવેલ છે

ચંદ્રયાન-3 ચંદ્ર પર ક્યારે ઉતરશે

ચંદ્રયાન-3 આજે સાંજે 6:04 કલાકે ચંદ્રના સાઉથ પોલ સપાટી પર સોફ્ટ લેન્ડ કરશે. કારણ કે ચંદ્રનો સાઉથ પોલ નોર્થ પોલ કરતાં વધુ મોટું છે. ત્યાં પાણી હોવાની સંભાવના વધારે છે. જેની તપાસ ચંદ્રયાન-3 કરશે

ચંદ્રયાન-3 કેમ જરૂરી છે

લેન્ડર અને રોવર ચંદ્રના સાઉથ પોલ પર ઉતરશે અને 14 દિવસો સુધી પ્રયોગ કરશે, આ પ્રોપલ્શન મોડ્યૂલ ચંદ્રની કક્ષામાં રહીને ચંદ્રની સપાટીથી આવનાર રેડિયેશનનો અભ્યાસ કરશે

ચંદ્રયાન-3 સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

ઘરે ઇન્સ્ટન્ટ ઉપમા કેવી રીતે બનાવવા, જાણી લો સરળ રીત