સામાન્ય રીતે આપણે ત્વચા પર બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ આ ઉત્પાદનોમાં રસાયણો હોય છે જે ત્વચા માટે સારા નથી. આવો જાણીએ જે ચહેરાની ચમક જાળવી રાખવામાં મદદ કરશે.
તેને બનાવવા માટે ગાજરના નાના-નાના ટુકડા કરો અને તેનો રસ કાઢો. ગાજરના રસમાં એક ચમચી મધ મિક્સ કરીને ચહેરા પર લગાવો.
બીટનો ફેસ માસ્ક બનાવવા માટે તેને છીણી લો અને એક વાટકામાં ઓલિવ ઓઈલ મિક્સ કરીને ચહેરા પર લગાવો. તેનાથી ચહેરા પર ચમક આવશે.
થોડાક વટાણાના દાણામાં એક ચમચી લીંબુ મિક્સ કરીને પીસી લો. આ પેસ્ટમાં નાળિયેર તેલ મિક્સ કરીને ચહેરા પર લગાવો.
કાકડી ચહેરાને ઠંડક અને મોઈશ્ચરાઈઝ કરવામાં મદદ કરે છે.તે ચહેરાને ચમકાવવા માટે અસરકારક છે.આમાંથી બનાવેલ ફેસ માસ્કને અઠવાડિયામાં એકવાર લગાવવાથી તેની અસર જોવા મળે છે.
એક ટામેટાનો બે ટુકડા કરીને તેને તમારા આખા ચહેરા પર લગાવો અને લગભર 15 મિનિટ પછી તેને ધોઈ લો.આ માસ્ક ચહેરા માટે ખૂબ જ અસરકારક છે.
કોળાના ટુકડા કરીને પેસ્ટ બનાવો અને તેમાં એક ચમચી ઓર્ગોનિક મધ,એપલ સીડર વિનેગર અથવા લીંબુનો રસ ઉમેરીને તમારા ચહેરા પર લગાવો.
બટાકામાંથી બનાવેલ ફેસ માસ્ક ચહેરા પર લગાવવાથી તમારી ત્વચા પર ચમક આવશે.આ ફેસ માસ્ક ચહેરાને નેચરલી ચમક આપવામાં મદદ કરશે.