અળસીના બીજમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે, જે સ્કિન સાથે સંકળાયેલી અનેક સમસ્યાઓમાંથી છૂટકારો મેળવવામાં મદદરૂપ થાય છે. આ ફેસ ફેકના ઉપયોગથી ચહેરો ચમકવા લાગે છે.
આ ફેસ પેકને બનાવવા માટે 2 ચમચી અળસીના બીજના પાવડરમાં એક ચમચી એલોવેરા જેલ અને ગુલાબજળ મિક્સ કરો. હવે તેને સારી રીતે મિક્સ કરીને ચહેરા પર એપ્લાય કરો અને થોડીવાર પછી ચહેરો ધોઈ નાંખો.
આ ફેસ પેકને તમે સ્ક્રબની જેમ પણ ઉપયોગ કરી શકો છો. આ માટે માસ્કને રિમૂવ કરતાં સમયે ચહેરા પર સર્ક્યૂલર મોશનમાં હળવા હાથે મસાજ કરો. આમ કરવાથી સ્કિનની ડેડ સેલ્સ સરળતાથી દૂર થઈ જશે.
આ ફેસ માસ્કના ઉપયોગથી ચહેરા પર નેચરલ ગ્લો આવે છે. આ સાથે જ અળસીના બીજથી બનેલ આ ફેસ માસ્ક પિગમેન્ટેશનને દૂર કરવામાં મદદરૂપ થાય છે.
આ ફેસ પેક તૈયાર કરવા માટે એક કપ પાણીમાં 1 ચમચી અળસીને આખી રાત પલાળીને રાખો. બીજા દિવસે તેમાં 1 ચમચી ચોખાનો લોટ, મધ અને 1 ચમક ઑલિવ ઑઈલ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો.
ચોખાના લોટથી તૈયાર થયેલ આ ફેસ માસ્કને ચહેરા પર એપ્લાય કરો. લગભગ અડધા કલાક સુધી રહેવા દીધા બાદ ચહેરો ધોઈ નાંખો. જેથી તમારા ચહેરા પર તરત જ નિખાર આવી જશે.
આ ફેસ પેકના ઉપયોગથી ત્વચા નિખારવામાં સહાયતા મળે છે. આ સાથે જ સ્કિનમાં નેચરલી ગ્લો જોવા મળશે.