હકીકતમાં ગરોળીના મળ અને લાળમાં સાલ્મોનેલા નામનું બેક્ટેરિયા જોવા મળે છે, જેના કારણે ફૂડ પોઇઝનિંગનો ખતરો વધી જાય છે એટલું જ નહીં, જો ખોરાકમાં ગરોળી પડી જાય અને તે ખોરાક ખાઈ જાય તો વ્યક્તિની હાલત ગંભીર થઈ જાય છે. એટલા માટે ગરોળીને ઘરથી દૂર રાખવી જરૂરી છે.
જો તમે પણ ઘરની દિવાલો પર આમથી-તેમ દોડતી ગરોળીને ભગાડવા માંગો છો તો તેના માટે તમને કેટલાક ઘરેલું ઉપાય તમારા માટે મદદરૂપ સાબિત થઈ શકે છે.
લાલ મરચું અને કાળા મરીને સરખી માત્રામાં પાણીમાં મિક્સ કરીને ઘર,બારી,દરવાજા વગેરેની બાજુઓ પર સ્પ્રે કરો.તેનાથી ગરોળી ભાગી જાય છે.ધ્યાનમાં રાખો કે તે તમારા શરીર અથવા આંખો પર ન પડે.
ગરોળી ઈંડાના ફોતરાની ગંધથી પણ ભાગી જાય છે એટલા માટે તમે તેની છાલને ઘરમાં છુપાયેલી જગ્યાએ રાખી શકો છો.
ગરોળીને ભગાડવા માટે કોફી પાવડરનો પણ ઉપયોગ કરી શકાય છે.આ માટે કોફી પાવડરમાં તમાકુ મિક્સ કરો અને તેમાંથી નાની-નાની ગોળીઓ બનાવો. જે જગ્યાએ ગરોળી વધુ આવે છે ત્યાં તેને રાખો.
લસણની કરીને ઘરના દરવાજા,બારીઓ વગેરે પર મૂકો. આનાથી ગરોળી નહીં આવે.
નેપ્થાલિનની ગોળી પણ ગરોળીને ભગાડવામાં મદદ કરી શકે છે.તેથી તમે તેમને દરેક જગ્યાએ રાખી શકો છો.
એવું માનવામાં આવે છે કે જો ઘરમાં મોરના પીંછાને રાખવામાં આવે તો પણ ગરોળી ભાગી જાય છે.તમે તેને દિવાલો પર લગાવીને ગરોળીને ભગાડી શકો છો.
ઠંડુ પાણી પણ ગરોળીને ભગાડવામાં મદદ કરી શકે છે.જ્યારે તમે ગરોળી જુઓ તો તેના પર ઠંડુ પાણી છાંટો,જેનાથી તે ભાગી જશે.