◖સિટ્રિક એસિડ ◖લીચી ◖ખાંડ ◖આઈસ ક્યૂબ
લીચીનું શરબત બનાવવા માટે સૌ પ્રથમ તમારે માર્કેટમાંથી સારી લીચી ખરીદવાની રહેશે. જે બાદ તેને છોલી લો.
તમામ લીચીને છોલ્યા બાદ હળવા હાથે પાણીની મદદથી તેને ધોઈ નાંખોય જે બાદ તેના પલ્પ અને ઠળીયાને અલગ કરો.
આ પલ્પને મિક્સરની મદદથી પીસી નાંખો. જે બાદ તેમાં ખાંડ અને સિટ્રિક એસિડને પણ પીસી લો.
હવે લીચીના શરબતને એક બોટલમાં ભરીને સ્ટોર કરી લો. હવે તૈયાર લીચી શરબતને મહેમાનોના આવવા પર પાણી, ખાંડ અને આઈસ ક્યૂબ મિક્સ કરીને ઠંડુ-ઠંડુ સર્વ કરો.
આ શરબતને બનાવીને તમે ફ્રેશ પર સર્વ કરી શકો છો. જેને સર્વ કરતી વખતે તેની અંદર લીચીના પલ્પના નાના-નાના ટૂકડા કાપીને તેમાં નાંખી શકો છો.
જે પાચન તંત્રને સ્વસ્થ રાખવા માટે સારૂં મનાય છે. ગરમીની સિઝનમાં લીચીનું શરબત સૌથી ખાસ હોય છે. જે શરીરને ઠંડક પહોંચાડવાનું કામ કરે છે.