વરસાદની સિઝનમાં લાગી ગયેલી લીલને બ્લીચિંગ પાવડરની મદદથી સાફ કરી શકો છો. બ્લીચિંગ પાવડરને લીલ વાળી જગ્યા પર છાંટીને બ્રશની મદદથી સાફ કરો.
બાથરૂમ ક્લીનરની મદદથી પણ તમે લીલને હટાવી શકો છો. ક્લીનરને લીલ વાળી જગ્યા પર લગાવીને થોડીવાર માટે છોડી દો. જે બાદ બ્રશની મદદથી સાફ કરી નાંખો.
લીલને સાફ કરવા માટે તમે વિનેગાર અને પાણીનું મિશ્રણ બનાવીને તેનો ઉપયોગ કરી શકો છો. લીલ વાળી જગ્યા પર છાંટીને તેને સારી રીતે સાફ કરી લો.
ક્લોરીનની મદદથી પણ તમે ઘરમાં લાગેલી લીલને સાફ કરી શકો છો. આ માટે ક્લોરીનને લીલ વાળી જગ્યા પર નાંખો અને 20 મિનિટ માટે એમ જ છોડી દો. જે બાદ સાવરણાની મદદથી તેને સાફ કરી લો.
અમોનિયા ઘરમાં જામેલી લીલને સાફ કરવા માટે એક ઉમદા વિકલ્પ છે. આ માટે ગરમ પાણીમાં 2 કપ અમોનિયા નાંખીને લીલ વાળી જગ્યા પર રગડીને સાફ કરો. જેથી લીલ સરળતાથી દૂર થઈ જશે.
બેકિંગ સોડા અને વિનેગારની મદદથી લીલને દૂર કરી શકાય છે. 1 કપ બેકિંગ સોડા લીલ વાળી જગ્યા પર છાંટી દો. અડધો કલાક બાદ વિનેગારનું પાણી દીવાલ પર નાંખીને તેને સાફ કરી લો.
રબિંગ આલ્કોહૉલની મદદથી પણ તમે લીલને સાફ કરી શકો છે. પહેલા લીલ વાળી જગ્યાને ઘશો અને પછી રબિંગ આલ્કોહૉલનો સ્પ્રે કરો. આમ કરવાથી લીલ સરળતાથી નીકળી જશે.