પેટની આસપાસની ચરબી ઓછી કરવી લોઢાના ચણા ચાવવા બરાબર છે, આ સાથે સ્ટ્રીક્ટ ડાયેટ અને જરૂરી કસરત ઘણી જરૂરી છે. આ સ્ટોરીમા આપણે શ્વાસ લેવાની 7 કસરતો વિશે જાણીશું જે તમને પેટની ચરબી ઘટાડવામાં મદદ કરશે
મેટ પર ઓશીકું મુકી ઘૂંટણ વાળીને બેસી જાઓ. પછી તમારી આંખો બંધ કરો અને 10 સુધી ગણતી વખતે ઊંડો શ્વાસ લો, અને 5 સુધી ગણતરી કરી શ્વાસ છોડો
ઘૂંટણના બળે મેટ પર બેસી જાવો અને તમારા બંને હાથને જમીન પર રાખી ઊભા થાવ, હવે શ્વાસ લેતા પેટને અંદર ખેંચી 10 સેકન્ડ સુધી રોકી ધીમે ધીમે શ્વાસ છોડો
તમારી પીઠ પર સૂઈ જાઓ અને શ્વાસ લેવાનું શરૂ કરો. આ દરમિયાન પેટને ઉપર નીચે ફેરવો અને ધીમે ધીમે શ્વાસને ઊંડો કરો.
સીધા ઊભા રહી, એક પગ આગળ અને બીજો પાછળ રાખો. હવે હીપને સ્ટ્રેચ કરો અને તમારા શરીરનું વજન પાછળના પગ પર મૂકો. તમારા હાથ તમારા માથા ઉપર ઉપર કરો અને ધીમે ધીમે 3 સેકન્ડનો શ્વાસ લો.
મેટ પર પલાઠી વાળીને બેસી મોંઢુ ખૂલ્લુ રાખીને શ્વાસ લેવાનું શરુ કરો, અને 10ની સુધી ગણતરી કરો અને શ્વાસ છોડો