High BP Diet: ઉનાળામાં બીપી કંટ્રોલ કરવા માટે આ 7 વસ્તુઓ રાખશે તમને ફીટ અને ફાઈન


By Smith Taral02, May 2024 11:58 AMgujaratijagran.com

કેળા

કેળામાં પોટેશિયમ, ફાઈબર અને મેગ્નેશિયમ રહેલું હોય છે જે બીપીના સ્તરને નિયંત્રણમા રાખે છે, અને પાચનને પણ સારું કરે છે.

દહીં

દહીંમાં પોટેશિયમ અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જેના સેવનથી હાઈ બ્લડ પ્રેશર જેવી તકલીફમાં આરામ મળે છે

દાડમ

દાડમને હૃદયના સ્વસ્થ્ય માટે ઘણું સારુ માનવામાં આવે છે ,દાડમના રસનું સેવન સિસ્ટોલિક બ્લડ પ્રેશર ઘટાડી શકે છે.

નારિયેળ પાણી

નાળિયેર પાણી શરીરને હાઇડ્રેટ રાખવા ઉપરાંત તે કુદરતી ડિઓડરન્ટ તરીકે પણ કામ કરે છે. આ ઇલેક્ટ્રોલાઇટ સંતુલન જાળવીને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

તડબૂચ

તરબૂચનું સેવન હાઈ બીપીને કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે, તડબૂચમાં રહેલું મેગ્નેશિયમ હાઈપરટેન્શનને કંટ્રોલમાં રાખવામાં ખૂબ ફાયદાકારક છે.

લીંબુ

વિટામીન સી અને એન્ટી ઓક્સીડેન્ટથી ભરપૂર લીંબુ શરીરમાંથી મુક્ત રેડિકલને દૂર કરીને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

બ્લેકબેરી

બ્લેકબેરીમાં રહેલું એન્ટી-ઓક્સિડન્ટ્સ, મેગ્નેશિયમ અને પોટેશિયમ હાઈ બીપીને નિયંત્રિત કરી શરીરના સ્વાસ્થ્યને જાળવી રાખે છે

જો તમે પણ આ ભૂલ કરો છો, વજન ઘટવાને લીધે વધવા લાગશે