તમારા દમ પર ડિપ્રેશનમાંથી આવી રીતે બહાર નીકળો, અપનાવો આ કામની ટિપ્સ


By Sanket M Parekh17, Oct 2023 04:39 PMgujaratijagran.com

એક્સપર્ટનો મત

એક્સપર્ટ ડૉ કેપી સરદાનાના જણાવ્યા મુજબ, ડિપ્રેશનમાં વ્યક્તિ ખુદને અન્યોથી અલગ કરવા લાગે છે. જો કે મિત્ર અને પરિવાર સાથે વાતચીત અને કેટલાક ઉપાયોની મદદથી આ સમસ્યાથી બચી શકાય છે. તો ચાલો તેના વિશે વિગતવાર જાણીએ...

ગાઢ ઊંઘ

ડિપ્રેશનથી બચવા માટે 7-8 કલાકની પૂરતી અને ગાઢ ઊંઘ લો. ગાઢ ઊંઘ ખરાબ મૂડને દૂર કરવાનું કામ કરે છે અને જેનાથી તમે આખો દિવસ ખુશ અને એક્ટિવ રહો છો.

મેડિટેશન કરો

ડિપ્રેશન થવા પર મનમાં ખૂબ જ નેગેટિવ વિચારો આવવા લાગે છે. જેનાથી લડવા માટે તમે મેડિટેશનની મદદ લઈ શકો છે. દરરોજ સવારે અડધો કલાક ધ્યાન લગાવવાથી શરીરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

કેફિનથી બચો

ડિપ્રેશનથી બહાર આવવા માટે કેફીનના સેવનથી બચવું જોઈએ. કેફીનથી ઊંઘ આવવાની સમસ્યા થવા લાગે છે. જેનાથી મન બેચેન રહે છે અને વ્યક્તિ ડિપ્રેશ થવા લાગે છે. કેફીન શરીરને પણ નુક્સાન પહોંચાડે છે.

મિત્રો બનાવો

ખુદને ખુશ રાખવા માટે તમારા ફ્રેન્ડ સર્કલને વધારો. આ માટે મિત્રો અને સ્નેહીજનો સાથે ગ્રુપ બનાવીને વાતચીત કરી શકો છે. વધારે લોકો સાથે સંપર્ક કરવાથી તમને ઈમોશનલ સપોર્ટ મળશે.

જિંદગીમાં લક્ષ્ય નિર્ધારિત કરો

જિંદગીમાં નાના-નાના લક્ષ્ય બનાવવાથી ડિપ્રેશનમાંથી બહાર નીકળવામાં મદદ મળે છે. આ લક્ષ્યો પૂરા થવા પર તમને અંદરથી સારું લાગશે અને તમારું માઈન્ડ પણ ડાયવર્ટ રહેશે.

મ્યૂઝીક સાંભળો

ડિપ્રેશનથી બહાર આવવા માટે દરરોજ એક કલાક મ્યૂઝીક સાંભળી શકાય છે. જેનાથી તમારું મન શાંત રહેશે. આ સાથે સેડ સૉન્ગની જગ્યાએ મૂડને ખુશ રાખે તેવા ગીતો અથવા ઈન્સ્ટ્રુમેન્ટલ મ્યૂઝીક સાંભળવું જોઈએ.

શરદી-ઉધરસમાં આરામ આપે છે બેસનથી બનેલો શીરો, જાણો તેના ચમત્કારિક ફાયદા